CNG કિટની માગ 50% ઘટી, CNGના ભાવ પેટ્રોલ જેટલા થઈ જતાં વેપારી-ગ્રાહક બંને ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CNG Price Hike: પેટ્રોલના ખર્ચમાં બચત કરવા કારમાં CNG કિટ નંખાવવાનો ધંધો છેલ્લા પાંચ વર્ષમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. CNGના વધતા ભાવ, કિટ નંખાવવાનો ઊંચો ખર્ચ અને ફેક્ટરી ફિટેડ સીએનજીની સુવિધા ધરાવતી કારની વધતી ઉપલબ્ધતાએ આ ધંધાનું ગણિત બદલી નાખ્યું છે. કંપની ફિટેડ સીઅનજી અને નિયમોની અસરને કારણે રિટેલ CNG કિટ નંખાવના ધંધો 50 ટકાથી પણ અંદર આવી ગયો છે.
મહિને 300 કિટ નાખતા કારીગરોને 100 કિટનું કામ માંડ મળે છે
અમદાવાદમાં CNGનો ભાવ પ્રતિ કિલો 98.47 રૂપિયા થતાં હવે કારમાલિકો માટે બહારથી કિટ નંભાવ્યા પછી થતી બચતની ગણતરી વધુ મહત્ત્વની બની છે.અમદાવાદના ફેબ્રુઆરી 2024ના અહેવાલ મુજબ, દેશમાં CNG વાહનોનું વેચાણ 2023માં 53% વધ્યું હતું. પરંતુ ફેક્ટરીમાં જ CNGની સુવિધા ધરાવતી કાર તરફ ગ્રાહકો વળતાં બહારથી કિટ નંભાવવાની માંગને અસર થઈ હતી. એસ.જી હાઈવે પર CNGની કિટ ફિટિંગનો ધંધો કરતા મિકેનિક જણાવે છે કે એક સમય હતો કે રોજની 300 કીટ નાખતા. હવે માંડ 100 કીટનું પણ કામ નથી થતું. આખો ધંધો 50 ટકાની અંદર સમેટાઈ ગયો છે. દર ચાર-પાંચ મહિને પેટ્રોલ અને સીઅનજીના તફાવતના ગણિત વચ્ચે સામાન્ય માણસ બચત ક્યાં છે તે જ વિચારવામાં હેરાન થાય છે.
કારમાં બહારથી CNG કિટ નંભાવવાનો ખર્ચ કિટના પ્રકાર અને કારના મોડેલ પ્રમાણે બદલાય છે. આધુનિક કારમાં કિટ નંભાવવા માટે આશરે અત્યારે અંદાજીત 50 હજાર રૂપિયાની આસપાસ થાય છે. આટલું રોકાણ કર્યા પછી કારમાલિકને પેટ્રોલની સરખામણીમાં કેટલી બચત થાય છે તે કારના માઇલેજ, દૈનિક વપરાશ અને CNGના ભાવ પર આધારિત છે.
ગેસનો ભાવ વધે ત્યારે પ્રતિ કિલોમીટર થતી બચત ઘટે છે અને કિટ નંભાવવાનો ખર્ચ વસૂલ કરવામાં વધુ સમય લાગે છે. છેલ્લા વર્ષોમાં કાર ઉત્પાદક કંપનીઓએ ફેક્ટરીમાંથી જ CNGની સુવિધા ધરાવતા વધુ મોડેલ બજારમાં મૂક્યા છે. આવી કાર ખરીદનારને બહારથી કિટ નંખાવવાની જરૂર રહેતી નથી. તેના કારણે સ્વતંત્ર કિટ ઇન્સ્ટોલરો માટે બજારમાં સ્પર્ધા વધી ગઈ છે. બીજી તરફ, આધુનિક કારમાં કિટ નંખાવવા માટેની ટેક્નિકલ જરૂરિયાતો અને મંજૂરીની પ્રક્રિયા પણ ધંધાને અસર કરે છે. 2013ના એક અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં CNG કિટ નંભાવવાનો ખર્ચ આશરે 30 હજાર રૂપિયાથી 35 હજાર રૂપિયા હતો. જે અત્યારે 50 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. તેની સામે શરૂઆતના તબક્કામાં બચતનો આંકડા સામે પ્રશ્નાર્થ છે.
CNG કિટના વળતા પાણી?
•2021માં CNG કિટના ધંધામાં 30 ટકા વધારો.
•2022માં બીએસ6ના નિયમો આવતા કિટ નંભાવના ધંધા સામે મોટો પડકાર અને ધરખમ ઘટાડો.
•2023માં કંપની ફિટેડ CNG વાહનોનું વેચાણ વધ્યું, પણ કિટના ધંધાને વ્યાપક અસર.
•2024માં પેટ્રોલ કારમાં CNG કિટ નંભાવવાનું કામ 50 ટકા કરતાં ઓછું.




