Ahmedabad

અમદાવાદમાં 120 પાર્સલ લઈ ડિલિવરી બોય ફરાર, કેશ ઓન ડિલિવરીની રકમ પણ સગેવગે કરી

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નવરંગપુરા સ્થિત ઈ-કોમર્સ કંપનીના સ્ટોરમાંથી ડિલિવરી બોય 120 પાર્સલ લઈને ફરાર થયો છે. રાજસ્થાનનો પોપટલાલ પારસારામ નામનો ડિલિવરી બોય 19 ઓક્ટોબરે મોબાઈલ, ટેબલેટ સહિતના કિંમતી પાર્સલ અને CODની રકમ લઈને ગાયબ થયો હતો. કંપનીના અધિકારીની ફરિયાદ બાદ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 120 પાર્સલ લઈ ડિલિવરી બોય ફરાર, કેશ ઓન ડિલિવરીની રકમ પણ સગેવગે કરી
AI IMAGE

Ahmedabad Delivery Boy Theft : અમદાવાદમાં ઈ-કોમર્સ કંપીના સ્ટોરનો ડિલિવરી બોય પાર્સલ લઈ ફરાર થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલા ઈ-કોમર્સ કંપનીના સ્ટોરમાંથી ગ્રાહકો સુધી પહોંચાડવાના 120 જેટલા પાર્સલ લઈને ડિલિવરી બોય ફરાર થઈ ગયો છે. ડિલિવરી બોયનો ફોન બંધ આવતા કંપનીના એન્ફોર્સમેન્ટ અધિકારીએ નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

એક દિવસ અગાઉ જ નોકરીમાં જોડાયો હતો આરોપી

મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં રહેતા અતીક અહેમદ બેંગ્લોરની ઈ-કોમર્સ કંપનીમાં એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. કંપનીનો સ્ટોર કોમર્સ સ્ટેડિયમ રોડ પર આવેલો છે. મૂળ રાજસ્થાનના જાલોરનો પોપટલાલ પારસારામ 18 ઓગસ્ટે આ સ્ટોરમાં ડિલિવરી બોય તરીકે નોકરીમાં જોડાયો હતો. 19 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે તે ગ્રાહકોને ડિલિવરી કરવા માટે 120 પાર્સલ લઈને નીકળ્યો હતો. પરંતુ સાંજે સ્ટોર પર પરત ફર્યો નહોતો. સ્ટોરના સ્ટાફે તેનો સંપર્ક કરવા ફોન કરતા તે બંધ આવ્યો હતો.

લઈ ગયેલા પાર્સલમાં મોબાઈ, ટેબલેટ, કોસ્મેટિક્સ, ઘડિયાળો જેવી કિંમતી ચીજવસ્તુઓ

ફોન બંધ આવતા કંપની દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, તે 120 જેટલા પાર્સલ કંપનીમાંથી ડિલિવરી કરવા માટે લઈ ગયો હતો. જેમાં 18 મોબાઈલ, 4 ટેબલેટ અને અન્ય 98 પાર્સલમાં કપડાં, પરફ્યુમ, બેગ, કોસ્મેટિક્સ અને ઘડિયાળો જેવી કિંમતી ચીજવસ્તુઓ હતી.

કેશ ઓન ડિલિવરીની રકમ પણ લઈ ગયો આરોપી

આ સિવાય, આરોપી કેશ ઓન ડિલિવરીની (COD) રકમ પણ કંપનીમાં જમા કરાવ્યા વિના ફરાર થઈ ગયો છે. કંપનીના અધિકારીની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.