Ahmedabad

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ₹1.5 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કર્યું, ત્રણ શખસોની ધરપકડ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી 1.5 કરોડ રૂપિયાનું 1.051 કિલો 'એમ્બરગ્રીસ' (વ્હેલની ઉલટી) જપ્ત કર્યું છે. 'ઓપરેશન થંડર-2026' હેઠળ કાર્યવાહી કરતા પોલીસે ગેરકાયદે વેપાર કરતા મહેશ રાઠોડ, કિરણ ભરવાડ અને કરણ ગોડ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતા આ પદાર્થનો સ્ત્રોત અને મોટા નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ₹1.5 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કર્યું, ત્રણ શખસોની ધરપકડ

Ahmedabad Crime Branch Seizes Ambergris: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વન્યજીવ સંબંધિત ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં નરોડા વિસ્તારમાંથી 1.5 કરોડ રૂપિયાની કિંમતનું 1.051 કિલોગ્રામ 'એમ્બરગ્રીસ' (વ્હેલની ઉલટી) જપ્ત કર્યું છે. ગેરકાયદે રીતે એમ્બરગ્રીસ રાખીને તેનો વેપાર કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ શખસોની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

'ઓપરેશન થંડર-2026' હેઠળ સપાટો

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યાનુસાર, વન્યજીવો અને વનસ્પતિ-પ્રાણીસૃષ્ટિના ગેરકાયદે વેપાર તથા જંગલ સંબંધિત ગુનાઓ રોકવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવી રહેલા સરકારી અભિયાન 'ઓપરેશન થંડર-2026' હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ટીમ ક્ષેત્રમાં સક્રિય હતી આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ત્રણ વ્યક્તિઓ એમ્બરગ્રીસનો જથ્થો વેચવા અને હેરાફેરી કરવાના ઈરાદે નરોડા વિસ્તારમાં રોકાયા છે. બાતમીના આધારે પોલીસે ત્રાટકીને શંકાસ્પદ ત્રણેય શખ્સો પાસેથી 1.051 કિલો એમ્બરગ્રીસ કબજે કર્યું હતું, જેને વધુ તુપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યું છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં 46 વર્ષીય મહેશ લક્ષ્મણ રાઠોડ, 25 વર્ષીય કિરણ ઉર્ફે ભુરા ભરવાડ અને 27 વર્ષીય કરણ દીનાનાથ ગોડનો સમાવેશ થાય છે.

મોટા નેટવર્ક અંગે તપાસ તેજ

સ્પર્મ વ્હેલમાંથી મળી આવતો આ મીણ જેવો પદાર્થ 'એમ્બરગ્રીસ' અત્યંત કિંમતી ગણાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તથા વન્યજીવોના ગેરકાયદે વેપારમાં તેની ભારે માંગ હોય છે. ક્રાઈમ બ્રાન્ચ હવે આ એમ્બરગ્રીસનો મૂળ સ્ત્રોત કયો હતો, તેને અમદાવાદમાં ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ શખસો તેને કોને વેચવાના હતા તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આ સિવાય આરોપીઓ વન્યજીવ તસ્કરીના કોઈ મોટા સિન્ડિકેટ કે નેટવર્ક સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.