Ahmedabad

ગણેશ વિસર્જનને પગલે અમદાવાદની નીચલી અદાલતોમાં સમન્સ-વોરંટ નહીં કઢાય, બાર એસોસિયેશનનો ઠરાવ

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ગણેશ વિસર્જનને કારણે શુક્રવારે રસ્તાઓ બંધ રહેતા, નીચલી અદાલતોમાં સમન્સ કે વોરંટ નહીં કાઢવા બાર એસોસિયેશનોએ ઠરાવ કર્યો છે. અમદાવાદ ક્રિમિનલ બાર, સેશન્સ કોર્ટ બાર અને ગ્રામ્ય બાર સહિતના એસોસિયેશનોએ પક્ષકારો અને વકીલોની સુવિધા માટે આ નિર્ણય લીધો છે. 25 સપ્ટેમ્બરે કોઈ પણ કામ એકતરફી નહીં ચલાવાય અને સ્ટેજ બંધ નહીં કરાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ વિસર્જનને પગલે અમદાવાદની નીચલી અદાલતોમાં સમન્સ-વોરંટ નહીં કઢાય, બાર એસોસિયેશનનો ઠરાવ

Ahmedabad Court Bar Association On Ganesh Visarjan: છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા ગણેશ ઉત્સવનો શુક્રવારે(25 સપ્ટેમ્બર) અંતિમ દિવસ હોવાથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગણેશ વિસર્જનના કારણે રસ્તાઓ બંધ રહેવાની સ્થિતિને પગલે તમામ નીચલી અદાલતોમાં બાર એસોસિયેશન દ્વારા સમન્સ કે વોરંટ નહીં કાઢવા માટે ઠરાવો કરવામાં આવ્યા છે.

ગણેશ વિસર્જનને પગલે અમદાવાદની નીચલી અદાલતોમાં સમન્સ-વોરંટ નહીં કઢાય

રાજ્યના સૌથી મોટા અમદાવાદ ક્રિમીનલ બાર એસોસિયેશન, સેશન્સ કોર્ટે બાર, અમદાવાદ જિલ્લા ગ્રામ્ય બાર સહિતના તમામ બાર દ્વારા ઠરાવો કરવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રિમીનલ બારના પ્રમુખ, સેક્રેટરી અને ગ્રામ્ય જિલ્લા બારના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 'શુક્રવારે અંતિમ ગણેશ વિસર્જનના કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ છે. પક્ષકારો અને વકીલોને કોર્ટેમાં આવવા જવામાં તકલીફ પડી શકે તેમ છે. આવા સંજોગોમાં કોઈપણ પક્ષકાર કે એડવોકેટની ગેરહાજરીમાં કોઈપણ કામ એકતરફી ન ચલાવવામાં આવે, તે દિવસે જે તે કામ જે તે સ્ટેજ પર રાખવામાં આવે. તથા કોઈપણ કામમાં સ્ટેજ બંધ ન કરવા અને સમન્સ કે વોરંટ નહીં કાઢવા માટે ઠરાવો કરવામાં આવ્યા છે.'