Ahmedabad

અમદાવાદમાં 'સબ સલામત' ના દાવા પોકળ, મારામારીના રોજના 108 કેસ, દરરોજ 29 જગ્યાએ ચોરી

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 'સબ સલામત'ના દાવાઓ વચ્ચે 112 ઈમરજન્સી સેવાના ડેટાએ ચિંતા જગાવી છે. ઓગસ્ટ 2025 થી જુલાઈ 2026 દરમિયાન શહેરમાં દરરોજ સરેરાશ 108 મારામારી-ઝઘડાના કેસ નોંધાયા છે, એટલે કે દર 4.8 મિનિટે એક હિંસક ઘટના બને છે. જાહેરમાં ઝઘડા, મારામારી અને દારૂ પીને ધમાલના હજારો કોલ દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 'સબ સલામત' ના દાવા પોકળ, મારામારીના રોજના 108 કેસ, દરરોજ 29 જગ્યાએ ચોરી

Ahmedabad Crime Rate 112 Calls : અમદાવાદ શહેરની સુરક્ષા અને 'સબ સલામત'ના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ ઇમરજન્સી સેવા 112 ના ડેટા મુજબ, શહેરમાં દરરોજ સરેરાશ 108 જેટલા મારામારી અને ઝઘડાના કેસો નોંધાય છે. ઓગસ્ટ 2025 થી જુલાઈ 2026 સુધીના સમયગાળાના આંકડા દર્શાવે છે કે શહેરમાં હિંસા અને ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ ડેટા મુજબ દર 4.8 મિનિટે એક હિંસક ઝઘડો થાય છે, એટલે કે દર કલાકે સરેરાશ 12 થી 13 હિંસાને લગતા કોલ આવે છે.

જાહેરમાં ઝઘડા અને મારામારીના સૌથી વધુ કોલ

ઇમરજન્સી સેવા પર આવેલા કોલ્સની વિગતવાર માહિતી મુજબ, જાહેરમાં ઝઘડાના 36,238 કોલ, મારામારીના 36,161 કોલ, અને દારૂ પીને ધમાલ મચાવવાના 17,050 કોલ નોંધાયા છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણના 15,528, મહિલા અને બાળકો સાથે મારામારીના 10,632 તેમજ ચોરીની ઘટનાઓના 9,567 કોલ સામે આવ્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં રોજ સરેરાશ 29 જેટલી ચોરીની ઘટનાઓ બને છે.

દારૂબંધીના દાવાઓની પોકળ વાસ્તવિકતા

ગુજરાતમાં કાગળ પર કડક દારૂબંધી હોવા છતાં, ડેટા દર્શાવે છે કે દરરોજ સરેરાશ 51 કોલ દારૂ પીને ધમાલ કરવાના અને 19 કોલ દારૂબંધીના ભંગના મળે છે. બુટલેગરો અને નશાની હાલતમાં ધમાલ મચાવતા તત્વોને કારણે સામાન્ય જનતાનું જીવન અસુરક્ષિત બન્યું છે. પોલીસ કાર્યવાહી માત્ર ઉપરછલ્લી સાબિત થઈ રહી છે અને નશામાં ધૂત લોકો જાહેરમાં કાયદો હાથમાં લઈ રહ્યા છે, જે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.

image.png