Ahmedabad

અમદાવાદ: ચંડોળા ડેવલપમેન્ટમાં 6 મહિનાનો વિલંબ, દોઢ વર્ષથી ઘર વિહોણા અસરગ્રસ્તોનો રોષ, કમિશનર નિરીક્ષણ માટે દોડ્યા

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ચંડોળા તળાવ વિકાસ પ્રોજેક્ટમાં 6 મહિનાનો વિલંબ થયો છે, જ્યારે દોઢ વર્ષ પહેલાં દબાણો હટાવાયા હોવા છતાં અસરગ્રસ્તોને મકાન મળ્યા નથી. આથી મ્યુનિસિપલ કમિશનરે સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી. ફેઝ-1નું 70% કામ થયું છે. માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન છે. અસરગ્રસ્ત પરિવારોને શેલ્ટર હોમ અને બાળકોને શાળામાં પ્રવેશ અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ચંડોળા ડેવલપમેન્ટમાં 6 મહિનાનો વિલંબ, દોઢ વર્ષથી ઘર વિહોણા અસરગ્રસ્તોનો રોષ, કમિશનર નિરીક્ષણ માટે દોડ્યા

Chandola Lake Development Project Ahmedabad: ચંડોળા ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 6 મહિના જેટલો વિલંબ ચાલી રહ્યો છે, જ્યારે દોઢ વર્ષ પહેલાં દબાણો દૂર કરાયાં હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને હજુ સુધી મકાન મળ્યાં નથી. આ સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે ચંડોળા ડેવલપમેન્ટ સાઇટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ઝડપથી કામ પૂર્ણ થાય તેના માટેની જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ ફેઝ-1નું 70 ટકા કામ પૂર્ણ થયું છે અને માર્ચ 2027 સુધીમાં કામગીરી પૂરી કરવાનું આયોજન છે.

200થી વધુ અસરગ્રસ્તોએ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ કર્યો હતો

મહત્વનું છે કે ગત 3 સપ્ટેમ્બરના રોજ ચંડોળા તળાવના 200થી વધુ અસરગ્રસ્તોએ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ કર્યો હતો. તેમણે દર મહિને 10,000 રૂપિયા ભાડું અને તાત્કાલિક મકાન આપવાની માંગ કરી. કમિશનર ન મળતા લોકોએ રોષ વ્યક્ત કર્યો. જે બાદ વિરોધની વાત કાને વાત પડતાં કમિશનરે સ્થળ તપાસ કરી હાજર અધિકારીઓ પાસેથી ચાલી રહેલા કામની વિગતો મેળવી હતી અને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, ડેવલપમેન્ટ સાઇટની આસપાસના વિસ્તારોમાં દબાણો અને ત્યાં વસવાટ કરતા પરિવારો સાથે સંવાદ કર્યો હતો.

અસરગ્રસ્ત પરિવારોને કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા અંગે સમજાવવામાં આવશે. પરિવારોનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રવેશ અપાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર તરફથી વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી.

દોઢ વર્ષથી ઘર મળ્યાં નથી, પરિવારો ભાડું ચૂકવવા મજબૂર

ચંડોળા તળાવમાંથી દોઢ વર્ષ પહેલાં દબાણો દૂર કરાયાં હોવા છતાં અસરગ્રસ્ત પરિવારોને હજી સુધી મકાન મળ્યાં નથી તે મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા છે. તેમના દાવા મુજબ, દબાણો દૂર થયા બાદ પણ પરિવારોને ઘર ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. પરિણામે અસરગ્રસ્ત પરિવારોને હજુ પણ ભાડાના મકાનમાં રહેવું પડે છે અને ભાડાનો આર્થિક બોજ સહન કરવો પડે છે.

તેમણે માગ કરી છે કે અસરગ્રસ્ત પરિવારો માટે ઝડપથી પ્લોટની ઓળખ કરવામાં આવે અને મકાનોનું બાંધકામ શરૂ કરીને તેમને ઘર ફાળવવામાં આવે. પરિવારો બેંકમાંથી લોન લઈને મકાન માટે નાણાં ચૂકવવા પણ તૈયાર છે. તેથી મકાનની વ્યવસ્થા કરવામાં વધુ વિલંબ ન થાય તે રીતે કામ કરવામાં આવે.