Ahmedabad

બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં સરખેજ SSP ચાર્જ, વીજ ક્ષમતા વધતાં ભવિષ્યમાં વધુ ટ્રેનોના સંચાલન થશે, પેસેન્જરોને લાંબા ગાળે ફાયદો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં વિદ્યુતીકરણનું કામ ઝડપી બનાવ્યું છે. સરખેજ ખાતે 2x25 KV સબ-સેક્શનિંગ પોસ્ટને સફળતાપૂર્વક ચાર્જ કરવામાં આવી છે. આ આધુનિક સિસ્ટમથી વીજ પુરવઠાની ક્ષમતા વધશે અને વોલ્ટેજ નિયંત્રણ સુધરશે. ભવિષ્યમાં વધુ ટ્રેનો, ખાસ કરીને ભારે માલગાડીઓ અને ઝડપી ટ્રેનોના સંચાલનમાં મદદ મળશે, જે મુસાફરો માટે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. આ સિદ્ધિ ભાવનગર મંડળ માટે એક સીમાચિહ્નરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ-ગાંધીગ્રામ સેક્શનમાં સરખેજ SSP ચાર્જ, વીજ ક્ષમતા વધતાં ભવિષ્યમાં વધુ ટ્રેનોના સંચાલન થશે, પેસેન્જરોને લાંબા ગાળે ફાયદો

Railway Botad Gandhigram Section Electrification: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા બોટાદ–ગાંધીગ્રામ રેલવે સેક્શનમાં વિદ્યુતીકરણના માળખાને મજબૂત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે. આ સેક્શનમાં આવેલા સરખેજ એસએસપી (સબ-સેક્શનિંગ એન્ડ પેરેલલિંગ પોસ્ટ) 2x25 KVને સફળતાપૂર્વક ચાર્જ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સેક્શનમાં આધુનિક 2x25 KV ટ્રેક્શન સિસ્ટમના અમલીકરણને વેગ મળ્યો છે. વીજ પુરવઠાની ક્ષમતા વધવાથી ભવિષ્યમાં વધુ ટ્રેનોના સંચાલન માટે રેલવેને મદદ મળશે.

વધુ વીજ ક્ષમતા અને સારા વોલ્ટેજ નિયંત્રણની સુવિધા

રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકના જણાવ્યા અનુસાર, 2x25 KV ટ્રેક્શન સિસ્ટમ પરંપરાગત 25 KV વિદ્યુતીકરણ પ્રણાલીની સરખામણીએ વધુ વીજ ક્ષમતા અને સારા વોલ્ટેજ નિયંત્રણની સુવિધા આપે છે. આ સિસ્ટમ લાંબા અંતર સુધી વધુ અસરકારક અને વિશ્વસનીય વીજ પુરવઠો જાળવવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને ભારે માલગાડીઓ અને વધુ ઝડપે દોડતી ટ્રેનોના સંચાલન માટે આ પ્રણાલી ઉપયોગી છે, જેનાથી વીજ પુરવઠાની ક્ષમતા વધવાની સાથે ઊર્જા કાર્યક્ષમતામાં પણ સુધારો થશે.

પેસેન્જરોને લાંબા ગાળે ફાયદો થશે

સરખેજ એસએસપી ચાર્જ થવાથી લાંબા ગાળે ટ્રેન સંચાલન વધુ વિશ્વસનીય બનશે. વીજ પુરવઠાની ક્ષમતા વધવાથી ટ્રેક્શન સંબંધિત મુશ્કેલીઓ ઘટશે તેમજ ભવિષ્યમાં ટ્રેનોની સંખ્યા વધારવા માટે જરૂરી માળખું તૈયાર કરવામાં મદદ મળશે. વધતા ટ્રેન ટ્રાફિકને પહોંચી વળવા અને ભારે ટ્રેનોના સંચાલનને વધુ અસરકારક બનાવવા આ સિસ્ટમ ઉપયોગી સાબિત થશે.

રેલવે તંત્રનું કહેવું છે કે સરખેજ એસએસપીનું આ સફળ ઊર્જીકરણ ભાવનગર મંડળમાં આધુનિક રેલવે માળખામાં સીમાચિહ્ન છે. આવી આધુનિક ટેકનિકલ સુવિધાઓથી રેલવે કામગીરીની ક્ષમતા અને વિશ્વસનીયતા વધશે તેમજ ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.