Ahmedabad

બોપલમાં મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ માગતા ઝડપાયા, ACBએ ઝડપ્યા

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
બોપલ પોલીસ સ્ટેશનના મહિલા PSI પી.જે. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ સામે ACBએ 5 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધી, હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. અરજીના કેસમાં ગુનો ન નોંધવા માટે 10 લાખની માંગણી બાદ 5 લાખ નક્કી થયા હતા. ACBએ શીલજમાં છટકું ગોઠવી દિલીપ ભોઈને ઝડપી પાડ્યા. મહિલા PSI ફરાર છે. અન્ય એક બનાવમાં, એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASI શશિકાંત જાદવ પણ 6,000ની લાંચ લેતા ઝડપાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બોપલમાં મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ માગતા ઝડપાયા, ACBએ ઝડપ્યા

Ahmedabad Bopal PSI News : બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ એસીબીએ પાંચ લાખની માંગવાનો ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જ્યારે એસીબીની ટ્રેપના અન્ય બનાવમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના એએસઆઇ પણ લાંચ લેતા ઝડપાયા હતા.

નડિયાદમાં રહેતા એક વ્યક્તિ વિરૂદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જેની તપાસ મહિલા પીએસઆઇ પી જે ચૌધરી કરતા હતા. આ અરજીના કેસમાં તે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો ન નોંધવા માટે પીએસઆઇ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલે દિલિપ ભોઇએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

રકઝકના અંતે પાંચ લાખની રકમ નક્કી થઇ હતી. જો કે તે વ્યક્તિ લાંચ આવતા ઇચ્છતા ન હોવાથી નડિયાદ એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ શીલજ બીટની સાયબર ક્રાઇમની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલે પાંચ લાખની રોકડ લીધા બાદ પીએસઆઇ ચૌધરી સાથે વાત કરી હતી. જેના આધારે એસીબીએ હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઇની ધરપકડ કરી હતી. જ્યારે મહિલા પીએસઆઇની શોધખોળ શરૂ કરી છે.

અન્ય બનાવમાં સાબરકાંઠા જિલ્લામાં રહેતા એક વ્યક્તિ વિરૂદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હતી. જેની તપાસ હાંસોલ પોલીસ ચોકીના એએસઆઇ શશીકાંત જાદવને સોંપાઇ હતી. તેમણે તે વ્યક્તિને કોલ કરીને માર નહી મારવા અને કોર્ટમાં વહેલા રજુૂ કરવાના બદલામાં છ હજારની માંગણી કરી હતી. જેના આધારે એસીબીએ વોચ ગોઠવીને એએસઆઇને ઝડપી લીધા હતા.