Ahmedabad

અમદાવાદીઓને મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના 6 લેન ઓવરબ્રિજનું લોકાર્પણ

By GS Team
9 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં SG હાઇવે પર 4.03 કિમી લાંબા ઇસ્કોન-સરખેજ ચોકડી કોરિડોરનું કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા લોકાર્પણ કરાયું છે. આ બ્રિજ કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો છે. આ ‘ઊંધો ટી’ ડિઝાઈનનો બ્રિજ સિંગલ પિલરો પર ઉભો કરાયો છે, જેથી નીચેનો રસ્તો ખુલ્લો રહેશે. આ બ્રિજથી રોજ 1.5 થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદીઓને મોટી રાહત, કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીના 6 લેન ઓવરબ્રિજનું લોકાર્પણ

Ahmedabad ISKCON-Sarkhej Chokdi Corridor inaugurated : અમદાવાદમાં SG હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી જતા ઓવર બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. 4.03 કિમી લાંબો બ્રિજ શરૂ થતા ગાંધીનગર તરફ જતા અને આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે.

વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મોટી રાહત

મહત્વનું છે કે, આ બ્રિજ પર કર્ણાવતીથી સરખેજ સાણંદ ચોકડી જવા પકવાન બ્રિજ પૂરો થાય પછી ઇસ્કોન બ્રિજ પરથી ચડી શકશે. આ પછી કર્ણાવતી, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને YMCA નીચે ઉતરવા માટે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે. તો સરખેજ સાણંદ ચોકડીથી કર્ણાવતી જતા બ્રિજ પર ચડવા માટે YMCA ક્રોસ રોડ, હોનેસ્ટ ક્રોસ રોડ (પ્રહલાદનગર) અને કર્ણાવતી પાસે ચડવા માટે રેમ્પ બનાવ્યા છે. ખાસ તો વાહનચાલકોએ વાયએમસીએ, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

કોરિડોરની ખાસ વિશેષતા તેની ડિઝાઈન

આ કોરિડોરની વિશેષતા તેની ‘ઊંધો ટી’ ડિઝાઇન છે. એટલે કે આખો બ્રિજ સિંગલ પિલરો પર ઊભો કરાયો છે, જેના લીધે બ્રિજની નીચે બંને બાજુનો રસ્તો એકદમ ખુલ્લો અને પહોળો મળશે. કોરિડોર ખુલ્લો મુકાતા રોજ અહીંથી પસાર થતા 1.5થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે.