Ahmedabad

VIDEO: 12 વર્ષ બાદ ભદ્રના કિલ્લા પર જીવંત થયો અમદાવાદનો ઈતિહાસ, લેઝર શૉમાં ઝળક્યો ભવ્ય વારસો

By GS Team
20 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં 12 વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. વર્લ્ડ હેરિટેજ વીક-2026ના પ્રથમ દિવસે 5,000થી વધુ શહેરીજનો ભદ્ર પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. AMC દ્વારા 19 થી 25 નવેમ્બર દરમિયાન આયોજિત આ ફેસ્ટિવલમાં ભદ્ર કિલ્લો, ત્રણ દરવાજા સહિતના સ્થળોએ શહેરનો 400 થી 700 વર્ષ જૂનો ઇતિહાસ અને કલા-સંસ્કૃતિ જીવંત કરાઈ છે. ઐતિહાસિક જેલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો મુખ્ય આકર્ષણ બન્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 12 વર્ષ બાદ ભદ્રના કિલ્લા પર જીવંત થયો અમદાવાદનો ઈતિહાસ, લેઝર શૉમાં ઝળક્યો ભવ્ય વારસો

Bhadra Festival Ahmedabad: અમદાવાદમાં પૂરા 12 વર્ષ બાદ ફરી એકવાર ભદ્ર ફેસ્ટિવલની ભવ્ય રંગત જામી છે. વર્લ્ડ હેરિટેજ વીક-2026ના પ્રથમ દિવસે જ 5,000થી વધુ શહેરીજનોએ ભદ્ર પ્રાંગણમાં ઉમટીને અમદાવાદનો ઐતિહાસિક વારસો માણ્યો હતો.

12 વર્ષ બાદ ભદ્રના કિલ્લા પર જીવંત થયો અમદાવાદનો ઈતિહાસ

ફેસ્ટિવલ દરમિયાન ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર, ભદ્ર કોરિડોર અને ત્રણ દરવાજા સહિતના ઐતિહાસિક સ્થળોની દિવાલો પર અમદાવાદના વૈભવી વારસા સમાન કળા અને સંસ્કૃતિને આકર્ષક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા. જેમાં લગભગ 400થી 700 વર્ષ જૂની હસ્તકળા ‘માતાની પછેડી’ અને ‘સૌદાગરી બ્લોક પ્રિન્ટિંગ’તેમજ શહેરનો ભવ્ય ઈતિહાસ દર્શાવતા વિવિધ મોન્યુમેન્ટના ફોટોગ્રાફ્સ રજૂ કરાયા હતા. ખાસ કરીને કિલ્લામાં આવેલી ઐતિહાસિક જેલને લાઈટ એન્ડ સાઉન્ડ શૉ દ્વારા જીવંત કરવામાં આવી હતી, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ ઉપરાંત, ભદ્ર કોરિડોર અને ત્રણ દરવાજા પાસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અનેક ખ્યાતનામ કલાકારોએ પોતાની કળા પ્રસ્તુત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા 19થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે, જેનો મુખ્ય હેતુ યુવા પેઢીને શહેરના ભવ્ય ઈતિહાસ અને લોકપરંપરાથી જોડવાનો છે.