Ahmedabad

અમદાવાદ: રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા, ચેરમેને કરી જાહેરાત

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ: રક્ષાબંધનના પવિત્ર તહેવારે AMTS દ્વારા બહેનો અને બાળકો માટે ખાસ ભેટ અપાઈ છે. શહેરભરમાં AMTS બસોમાં મહિલાઓ અને બાળકો વહેલી સવારથી મોડી રાત સુધી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ગત વર્ષે 71,150 બહેનોએ આ સેવાનો લાભ લીધો હતો. આ નિર્ણયથી બહેનો સરળતાથી ભાઈને રાખડી બાંધવા જઈ શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા, ચેરમેને કરી જાહેરાત

AMTS Free Travel For Women-child On Raksha Bandhan: ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં અમદાવાદ શહેરમાં દોડાવાતી AMTSમાં રક્ષાબંધનના પર્વ પર બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક મુસાફરીની તંત્રએ જાહેરાત કરી છે.

રક્ષાબંધન પર મહિલાઓ-બાળકો માટે AMTSમાં મફત મુસાફરીની સુવિધા

રક્ષાબંધનના દિવસે શહેરની તમામ AMTSની બસોમાં મહિલાઓ અને બાળકો તદ્દન મફતમાં મુસાફરી કરી શકશે. વહેલી સવારથી શરુ થતી બસથી લઈને મોડી રાતની છેલ્લી બસમાં મફત મુસાફરનો લાભ લઈ શકાશે.

આ પણ વાંચો: ભાવનગર નકલી દારૂ કેસ: દિલ્હી-MP સુધી મિથેનોલનું નેટવર્ક ચાલતું! વધુ 13 ઝડપાતા આરોપીઓની સંખ્યા 27 થઈ

AMTSના ચેરમેને શું કહ્યું?

આ અંગે AMTSના ચેરમેને જણાવ્યું કે, 'દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વ પર બહેનો અને બાળકો માટે કમિટીએ ફ્રી ઓફ ચાર્જમાં મુસાફરી કરવાની સુવિધા કરી છે, જેથી બહેનો કોઈ પણ ભાડું ચૂકવ્યા વિના બધી જગ્યાએ ફરી શકે અને પોતાના ભાઈને રાખડી બાંધવા જઈ શકે. આ રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો AMTS બસોમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે. ગત વર્ષે(2025) પણ આ યોજના હેઠળ કુલ 71,150 બહેનોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો.'