અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં ડાઇસની કૂકીઓથી જુગાર રમતા 8 જુગારીઓ ઝબ્બે, રૂ.3.92 લાખનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ પી.સી.બી.ની ટીમે એરપોર્ટ વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર રેડ કરી છે. મંગળવારે(18 ઓગસ્ટ) એરપોર્ટની દીવાલ પાસે આવેલા ભીલવાસ પાણીની ટાંકી નજીક ઝુલેલાલ ચાલીની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર પર પોલીસે રેડ પાડીને 8 જેટલા શખસોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો અને મોબાઈલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ભીલવાસમાં જુગાર રમતા 8 શખસો રૂ.3.92 લાખના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપાયા
પી.સી.બી.ને મળેલી બાતમીના આધારે ઝુલેલાલ ચાલી પાસે ખુલ્લી જગ્યામાં રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન કેટલાક લોકો ડાઇસ વડે પૈસાની જુગાર રમી રહ્યા હતા. પોલીસે રેડ કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દાવ પર મુકાયેલા અને આરોપીઓની અંગ જડતીમાંથી 1,62,400 રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત 8 મોબાઈલ ફોન, 3 ટુ-વ્હીલર અને ડાઇસની 2 કૂકીઓ મળીને કુલ 3,92,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ જુગારની રેડમાં પોલીસે જુગાર રમતા કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એરપોર્ટ વિસ્તારમાં જ રહેતા કિશન ઉર્ફે કિશુ કાણીયો સેવારામ મામલાણી અને હિતેશ કિશનભાઇ મામલાણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી જુગાર રમવા આવેલા અજય હિરાનંદ રાઘાણી(રહે.સરદારનગર), લલીતકુમાર જયરામદાસ સીન્ધી(રહે.સરદારનગર), કિશોરકુમાર ઉર્ફે ભાલુ વરજારી (રહે.ચાંદખેડા), દિલીપ ભગવાનદાસ ઓડ(રહે.સરદારનગર), પ્રકાશ નંદલાલ વરજારી(રહે. જુના વાડજ) અને રાહુલ મહેશકુમાર ગંગવાણી(રહે.આંબાવાડી) પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




