Ahmedabad

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે AMCનું મેગા ચેકિંગ, દેવાંશી આર્કેડ, સુમેલ બિઝનેસ પાર્ક સહિત 346 એકમોને નોટીસ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMCએ મચ્છરના બ્રિડિંગ બદલ કડક કાર્યવાહી કરી છે. 7 ઝોનમાં 1320 સ્થળોની તપાસ કરતાં 346 એકમોને નોટિસ આપી 9.77 લાખનો દંડ વસૂલ્યો. દેવાંશી આર્કેડ સીલ કરાયું. ડી માર્ટ અને વોડાફોન ઑફિસને પણ દંડ થયો છે. રોગચાળો નિયંત્રણમાં હોવાનો કોર્પોરેશનનો દાવો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે AMCનું મેગા ચેકિંગ, દેવાંશી આર્કેડ, સુમેલ બિઝનેસ પાર્ક સહિત 346 એકમોને નોટીસ
AI તસવીર

AMC Mosquito Breeding Penalty: ચોમાસાની સીઝનમાં રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપતાં અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા બિલ્ડરો અને વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલઘૂમ બન્યું છે. શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ માથું ન ઊંચકે તે માટે આરોગ્ય અને મલેરિયા વિભાગે મેગા ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતાં અને મચ્છરોની બ્રિડિંગ મળી આવતાં ઇન્ડિયા કોલોનીમાં આવેલા દેવાંશી આર્કેડને નોટીસ ફટકારી સીલ કરાયું છે.

સુમેલ બિઝનેસ પાર્ક, ઓઢવની ડી માર્ટ સહિત 346 એકમોને નોટીસ ફટકારી 9.77 લાખ રૂપિયાનો દંડ

જ્યારે કોમર્શિયલ, કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અન્ય એકમોની તપાસ કરી ખાડિયા અને અસારવાના સુમેલ બિઝનેસ પાર્ક, ઓઢવની ડી માર્ટ, વસ્ત્રાલના બીઆરટીએસ ડેપો, સરખેજમાં આવેલી વોડાફોન ઑફિસ સહિતના 346ને નોટીસ ફટકારી 9.77 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તમામ સાતેય ઝોનમાં તપાસ

શહેરના તમામ સાતેય ઝોનમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ એકસાથે 1320 કન્સ્ટ્રક્શન સાઇટો તેમજ કોમર્શિયલ એકમો ખૂંદી વળી હતી. જેમાંથી 244 સાઇટ એવી હતી જ્યાં ખુલ્લામાં ભરાયેલા પાણીમાં મચ્છરોનું બ્રીડિંગ મળ્યું હતું. આ સિવાય 102 જગ્યાએ અન્ય ખામી મળી આવી હતી. તંત્રે બિલ્ડરો તેમજ ચેરમેનોને કાયદાનો પાઠ ભણાવવા 346 એકમોને નોટિસ આપીને સ્થળ પર જ 9.77 લાખ રૂપિયાનો તોતિંગ દંડ વસૂલ્યો હતો. સૌથી વધુ દંડ સરદારનગરમાં આવેલા રિવેરા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડને 50 હજાર રૂપિયાનો કરાયો છે. આ સિવાય ખાડિયાની અંકુર ટેક્સટાઇલ મિલ અને નરોડાની શિવંતા વનને 25-25 હજાર રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે બાકીની સાઇટોને 20 હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલ કરાયો છે.

ઝોન
ચેક કરેલ એકમો
બ્રિડિંગ મળેલા એકમો
નોટીસની સંખ્યા
દંડની રકમ
મધ્ય
78
31
1.18
-
ઉત્તર
210
35
38
1.88
પૂર્વ
302
20
20
1.27
પશ્ચિમ
242
45
94
1.96
દક્ષિણ
232
50
50
1.39
ઉ.પશ્ચિમ
199
37
71
1.47
દ.પશ્ચિમ
57
26
42
0.62
કુલ
1320
244
346
9.77

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં હોવાનો કોર્પોરેશનનો દાવો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં હોવાનો ચિત્ર રજૂ કરવામાં આવ્યો છે. ગત વર્ષના જુલાઈના આંકડા કરતાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ 2025માં સાદા મલેરિયાના 146 કેસ નોંધાયા હતા. જેની સામે આ વર્ષે જુલાઈમાં 50 કેસ નોંધાયા છે. જ્યારે ઑગસ્ટ મહિનાની 16 તારીખ સુધીમાં સાદા મલેરિયાના 48, ઝેરી મલેરિયાના 6, ડેન્ગ્યુના 68 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. પાણીજન્ય રોગોમાં પણ રાહત જોવા મળી છે. ઑગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 192, કમળાના 39, ટાઇફોઇડના 95 કેસ નોંધાયા છે.