અમદાવાદના નવા પોલીસ કમિશનર જાહેર, સુરત CP અનુપમસિંહ ગેહલોતને જવાબદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad New Police Commissioner: સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
25 દિવસે ખાલી પડેલી જગ્યા ભરાઈ
તત્કાલિન અમદાવાદ કમિશનર જી. એસ. મલિકે રાજ્યના ડીજીપી (DGP) તરીકેનો પદભાર સંભાળ્યા બાદ અમદાવાદ પોલીસ વડાની મહત્વની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલા સ્થાને સરકારે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997 બેચના IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. ગેહલોતની અમદાવાદ બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ છે, જેના પર હજુ સુધી સરકારે કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ અનુપમસિંહ ગેહલોત સુરત ઉપરાંત વડોદરા અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
કોણ છે IPS અનુપમસિંહ ગેહલોત?
- 1997 બેચના IPS અધિકારી, ઉત્તર પ્રદેશના વતની
- બી.ઈ. (B.E.) તેમજ એમ.ટેક. (M.Tech.) સુધીનો ઉચ્ચ અભ્યાસ
- સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ પાટણ જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ
- પ્રમોશન બાદ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર
- વડોદરા બાદ તેમની બદલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં કરવામાં આવી હતી
- અમદાવાદ કમિશનર તરીકે નિમણૂક પહેલા તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા










