અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 18 અને 19 ઓગસ્ટે પાણી કાપ, સાબરમતી, નવરંગપુરા સહિત 7 વોર્ડમાં પાણી પુરવઠો ખોરવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Water Cut: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોતરપુર વોટર વર્ક્સથી પાણી પહોંચાડતી 1,600 mm વ્યાસની વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનમાં લીકેજ સમારકામની કામગીરી 18 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. જેના કારણે પશ્ચિમ ઝોનના સાબરમતી, નવા વાડજ અને નવરંગપુરા સહિતના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે. પરિણામે, 18 ઓગસ્ટની સાંજે અને 19 ઓગસ્ટની સવારે પાણી કાપ રહેશે.
સાબરમતી, નવરંગપુરા સહિતના 7 વોર્ડમાં પાણી પ્રભાવિત
સાબરમતી ખાતે જે.પી.ની ચાલી પાસે થયેલા લીકેજના સમારકામને કારણે 18 ઓગસ્ટે કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન પર આધારિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાંથી સાંજનો પાણી પુરવઠો આપી શકાશે નહીં. જ્યારે 19 ઓગસ્ટે સવાર અને સાંજનો પુરવઠો ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ આપવામાં આવશે. આ કામગીરીની અસર સાબરમતી, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વિવિધ વિસ્તારોમાં થશે.
AMCની નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અપીલ
પશ્ચિમ ઝોનના ઉપરોક્ત વિસ્તારોના નાગરિકોને આ બાબતની નોંધ લઈ જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ અગાઉથી કરી રાખવા તથા સમારકામ દરમિયાન સહકાર આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જણાવવામાં આવ્યું છે.




