Ahmedabad

અમદાવાદ: બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા, પશુપાલકો ભારે હાલાકીમાં

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કોઠા તલાવડી, કાળીવેજી, મીઠાપુર, સરલા, શિયાળ અને કાણોતર સહિત 6 ગામો બેટમાં ફેરવાયા છે. સરલા ગામના ડ્રોન દ્રશ્યોમાં ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન ખોરવાયું છે. માલધારીઓને પશુઓ માટે ઘાસચારાની વિકટ સમસ્યા સર્જાઈ છે, જેથી સ્થાનિકો તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા, પશુપાલકો ભારે હાલાકીમાં

Ahmedabad Bawla Flood: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બાવળાના કોઠા તલાવડી, કાળીવેજી, મીઠાપુર, સરલા, શિયાળ અને કાણોતર સહિતના ગામોમાં ઉપરવાસના પાણી ફરી વળતાં આ ગામડાંઓ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે.

માલધારીઓ અને પશુપાલકોની હાલાકી વધી

સરલા ગામના આકાશી દ્રશ્યો (ડ્રોન વિઝ્યુઅલ્સ) સામે આવ્યા છે, જેમાં ચારેય તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ભારે વરસાદના પગલે ઉપરવાસથી આવેલું પાણી ખેતરો અને આખાય ગામની ફરતે ફરી વળ્યું છે, જેના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ગામડાંઓ ચારેય તરફથી પાણીથી ઘેરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ખાસ કરીને માલધારીઓ અને પશુપાલકો માટે પોતાના પશુઓ માટે ઘાસચારો મેળવવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. પાણી ભરાવાના કારણે પશુઓના ચારાની વિકટ સમસ્યા સર્જાતાં સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક સહાય અને પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે.