Ahmedabad

VIDEO| અમદાવાદ: સાબરમતીના ઝેરી પાણીમાં ઉગે છે આપણી થાળીનું શાક! કરોડોનો ખર્ચ છતાં નદી દૂષિત, તંત્રના આંખે પાટા

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. કરોડોના ખર્ચ છતાં, વાસણા ડેમ પછીના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી કેમિકલ યુક્ત પાણી બેફામ છોડાઈ રહ્યું છે. આ પ્રદૂષિત પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. આ જ કેમિકલયુક્ત પાણીથી ધોળકા સુધીના ખેડૂતો શાકભાજી ઉગાડી રહ્યા છે, જે ફરી અમદાવાદના બજારોમાં વેચાય છે. તંત્રની બેદરકારી લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: સાબરમતીના ઝેરી પાણીમાં ઉગે છે આપણી થાળીનું શાક! કરોડોનો ખર્ચ છતાં નદી દૂષિત, તંત્રના આંખે પાટા

Sabarmati River Pollution: અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીને સ્વચ્છ રાખવા અને સુંદરતા પાછળ તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. શહેરીજનોને માત્ર દેખાડા પૂરતા રીવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં જ કચરો સાફ કરવાના મશીનો ફેરવવામાં આવે છે, જ્યારે અસલી પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાં તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ યથાવત છે.

વાસણા ડેમ પછી બેફામ ઠલવાય છે ઝેરી કેમિકલ

મળતી માહિતી મુજબ, વાસણા બેરેજ (ડેમ) પછીના નદીના ભાગમાં ઔદ્યોગિક એકમો દ્વારા બેફામપણે ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ અન્યાયી પ્રવૃત્તિના કારણે સાબરમતી નદીનું પાણી માત્ર દુર્ગંધયુક્ત જ નહીં, પરંતુ અત્યંત ઝેરી અને હાનિકારક બની ગયું છે. નદીના આ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ નહિવત થઈ ગયું છે છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તંત્ર દ્વારા કોઈ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

તંત્રની બેદરકારી સીધી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ છે કે વાસણા બેરેજથી આગળ છેક ધોળકા સુધીના વિસ્તારમાં આ જ કેમિકલયુક્ત પાણીથી ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. ઝેરી રસાયણો અને ભારે ધાતુઓ ધરાવતા આ પાણીથી તૈયાર થતા શાકભાજી ફરીથી પાછા અમદાવાદ શહેરની જ બજારોમાં વેચાણ માટે આવે છે, જેને જાણે અજાણે શહેરીજનો પોતાના રસોડામાં ઉપયોગ કરી રહ્યા છે. તંત્રના કાગળ પરના દાવાઓ વચ્ચે પ્રદૂષણનો આ કાળો કારોબાર સીધો જ લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ચેડાં કરી રહ્યો છે.