Ahmedabad

અમદાવાદ: મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં બંધ કરાયેલું રેલવે ક્રોસિંગ અંતે ખોલાયું, ટ્રાફિકની સ્થિતિ વણસતાં તંત્રને બ્રહ્મજ્ઞાન લાધ્યું

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મકરબા ઓવરબ્રિજ નીચેનું રેલવે ફાટક કાયમી બંધ કરાતા ટ્રાફિક સમસ્યા વકરી હતી. લોકોના વિરોધ બાદ તંત્રએ ભૂલ સુધારી ફાટક ફરી શરૂ કરતાં હજારો વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમ્યાનગીરીથી રેલવે વિભાગે ફાટક ખોલવાનો નિર્ણય લીધો, જેનાથી મકરબા અને વેજલપુરના સ્થાનિકોને રાહત મળી. આ ઘટનાથી તંત્રની અણઘડ નીતિ સામે સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં બંધ કરાયેલું રેલવે ક્રોસિંગ અંતે ખોલાયું, ટ્રાફિકની સ્થિતિ વણસતાં તંત્રને બ્રહ્મજ્ઞાન લાધ્યું

Ahmedabad Makarba Overbridge: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મકરબાનો ઓવરબ્રિજ બનાવ્યો ત્યારથી મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી અને તેવામાં ઓવરબ્રિજ નીચે આવેલા રેલવે ફાટકને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવતા ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી. લોકોના વિરોધ બાદ તંત્રએ ભુલ સુધારીને રેલવે ફાટકને ફરીથી શરૂ કરતા હજારો વાહનચાલકોએ રાહત અનુભવી હતી.

નિર્માણાધિન વેજલપુર બ્રિજમાં મકરબા ઓવરબ્રિજ જેવી ભૂલનું પુનરાવર્તન નહીં કરવા રજૂઆત

મકરબાથી કોર્પોરેટ રોડને જોડતો ઓવરબ્રિજ તેની વિવાદાસ્પદ ડિઝાઇન અને તંત્રના અણઘડ વહીવટને કારણે ટ્રાફિકની સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી છે. બીજી તરફ ઓવરબ્રિજ શરૂ થતાં રેલવેએ સ્થાનિક લોકોએ સેટેલાઇટ, પ્રહલાદનગર અને વેજલપુર તરફ જવા માટેના રસ્તા સાથે જોડતુ રેલવે ક્રોસિંગ બંધ કરતા મકરબા અને વેજલપુર વિસ્તારમાં રહેતા હજારો પરિવારની સ્થિતિ દયાજનક બની હતી અને મકરબા અંડરબ્રિજ પર ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી હતી.

ત્યારે આ અંગે લોકોએ સ્થાનિક નેતાને રજૂઆત કરી ત્યારે તે તંત્રના બચાવમાં આવી ગયા હતા અને દાવો કર્યો હતો કે અમદાવાદને ફાટક ફ્રી બનાવવા માટે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેથી રેલવે ક્રોસિંગ શરૂ થવાની શક્યતા નથી. તેમના આ નિવેદનના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની જીદના કારણે ટ્રાફિકની સ્થિતિ પણ વણસતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરીને રેલવે વિભાગના અધિકારીઓને સાચી સ્થિતિ અંગે જાણ કરી હતી અને તેમની રજૂઆત યોગ્ય લાગતા છેવટે મકરબા રેલવે ક્રોસીંગ ફરીથી ખોલવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં સુધારો થવાની સાથે સ્થાનિક લોકોએ પણ રાહત અનુભવી હતી.