Ahmedabad

અમદાવાદ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી: ધોળકા રોડ પરથી ₹1.04 કરોડનો પોસ ડોડાના જથ્થા સાથે રાજસ્થાનના શખસની અટકાયત

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્ય SOGએ ધોળકા રોડ પરથી 1.54 કરોડથી વધુનો પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ટ્રકમાંથી 700 કિલો પોસ ડોડા સાથે ભેરારામ રામારામ તરડ (બાડમેર)ને પકડ્યો. આ જથ્થો મધ્યપ્રદેશથી કચ્છ લઈ જવાતો હતો. પોલીસે ટ્રક સહિત 1.54 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી, આંતરરાજ્ય નેટવર્કની તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી: ધોળકા રોડ પરથી ₹1.04 કરોડનો પોસ ડોડાના જથ્થા સાથે રાજસ્થાનના શખસની અટકાયત

Ahmedabad Drug Seizure: અમદાવાદ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ને નશાકારક પદાર્થોની ગેરકાયદે તસ્કરી સામે એક મોટી અને મહત્ત્વપૂર્ણ સફળતા સાંપડી છે. બાતમીના આધારે SOGની ટીમે ધોળકા રોડ પરથી એક શંકાસ્પદ ટ્રકને આંતરીને તપાસ હાથ ધરતાં તેમાંથી 1.54 કરોડ રૂપિયાથી વધુની મત્તાનો મુદ્દામાલ અને પોસ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

37 કોથળામાંથી 700 કિલો પોસ ડોડા મળ્યો

મળતી માહિતી અનુસાર, SOGની ટીમે ધોળકા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી ગેરકાયદે પોસ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વજન કરાવતાં 37 જેટલા કોથળાઓમાંથી કુલ 700 કિલો પોસ ડોડા મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1,04,50,000 રૂપિયાથી વધુ થાય છે. પોલીસે ગેરકાયદે નશીલા પદાર્થ સાથે 20 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક તથા અન્ય સાધન-સામગ્રી મળીને કુલ 1.54 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એમપીથી કચ્છ લઈ જવાતો હતો જથ્થો

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પોસ ડોડાનો આ મોટો જથ્થો મધ્ય પ્રદેશથી ભરીને કચ્છ તરફ સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી જ ટ્રકના માલિક ભેરારામ રામારામ તરડ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી અટકાયત હેઠળ લીધો છે.

આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ મધ્ય પ્રદેશથી કોણે રવાના કર્યો હતો અને કચ્છમાં કયા ડ્રગ્સ માફિયા કે સ્થાનિક બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે દિશામાં SOG પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીની આકરા પાણીએ પૂછપરછ હાથ ધરીને આંતરરાજ્ય નશાના કારોબારનું નેટવર્ક ખુલ્લું પાડવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.