અમદાવાદ રેલવે ડિવિઝન સપ્ટેમ્બરમાં માલામાલ!: પેસેન્જર અને માલભાડામાંથી ₹852 કરોડની બંપર આવક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Railway Division Revenue On September: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને સપ્ટેમ્બર 2026માં કોમર્શિયલ અને પેસેન્જર સેવાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ડિવિઝને સપ્ટેમ્બર દરમિયાન માલભાડું, પેસેન્જર અને પાર્સલમાંથી કુલ આશરે 852 કરોડની આવક મેળવી છે. તેમાં 636.08 કરોડ માલભાડું, 208.60 કરોડ પેસેન્જર અને 7.40 કરોડ પાર્સલ આવકનો સમાવેશ થાય છે. ખાસ કરીને પેસેન્જર આવક ડિવિઝનના ઇતિહાસમાં એક મહિનાની સર્વોચ્ચ આવક બની છે.
પેસેન્જર આવકમાં 34.54 ટકાનો ઉછાળો
સપ્ટેમ્બર 2025માં અમદાવાદ ડિવિઝનની પેસેન્જર આવક 155.05 કરોડ હતી, જે સપ્ટેમ્બર 2026માં વધીને 208.60 કરોડ થઈ છે. એટલે કે એક વર્ષમાં 53.55 કરોડનો વધારો અને 34.54 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
માલભાડાની આવક પણ સપ્ટેમ્બર 2025ની 595.16 કરોડની સરખામણીએ વધીને 636.08 કરોડ થઈ છે. તેમાં 6.88 ટકાનો વધારો થયો છે. પાર્સલ આવક 7.40 કરોડ થઈ, જે ગયા વર્ષની સરખામણીએ 20 ટકા વધારે છે.
કંડલા પોર્ટ ગુડ્સ શેડને 30 સપ્ટેમ્બરથી કન્ટેનર રેલ ટર્મિનલ(CRT) તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને અહીં 24 કલાક કામગીરી થશે. જ્યારે નરોડા ગુડ્સ શેડને 16 સપ્ટેમ્બરથી કાંકરિયા માટે વૈકલ્પિક ગુડ્સ શેડ તરીકે જાહેર કરાયું છે.
ખાંડ, કોલસો અને બામ્બુ પલ્પની રેકથી વધારાની આવક
ગાંધીધામથી વિવિધ સ્થળોએ ખાંડની 5 BCN રેક લોડ કરવામાં આવી હતી, જેના થકી 2.85 કરોડની વધારાની આવક થઈ હતી. કંડલા પોર્ટ ડોક રેલ ટર્મિનલથી દાધદેવી, કોટા માટે આયાતી સ્ટીમ કોલસાની 3 રેકથી 2.12 કરોડની આવક થઈ. કાંકરિયાથી મિર્ઝા, રંગિયા માટે મિશ્ર કમોડિટીની 3 મિની રેકથી 97.18 લાખની આવક થઈ હતી. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ખાતર અને બામ્બુ પલ્પની રેક પણ મોકલવામાં આવી હતી.
પાર્સલ સ્પેસની ઈ-હરાજીથી 3 વર્ષમાં 3.61 કરોડ
16 અને 17 સપ્ટેમ્બરે પાર્સલ સ્પેસની ઈ-હરાજી યોજાઈ હતી. તેમાં 4 એસેટ્સનું સફળતાપૂર્વક લીઝિંગ કરવામાં આવ્યું છે. આ કરારોમાંથી આગામી ત્રણ વર્ષમાં 3.61 કરોડની આવક થવાની ધારણા છે.




