અમદાવાદ: સગીરા પર દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટે મુખ્ય આરોપીને ફટકારી 20 વર્ષની કેદની સજા, સહ-આરોપી નિર્દોષ છૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad POCSO Act Case: પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપતા અમદાવાદ વિશેષ અદાલતે સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં મુખ્ય આરોપી ક્રિષ્ના પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે અને પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર આપવાનો હુકમ કર્યો છે. 16 સાહેદો અને 32 જેટલા મજબૂત પુરાવાઓ તેમજ તબીબી રિપોર્ટને આધારે ગુનો નિઃશંકપણે સાબિત થતાં ન્યાયાધીશ એચ.એન. દેસાઈએ આ કડક સજાનો ઐતિહાસિક આદેશ કર્યો છે. સાથે જ, કોર્ટે પુરાવાઓના અભાવે સહ-આરોપીને નિર્દોષ મુક્ત કર્યો છે.
શું સમગ્ર કેસ?
ફરિયાદી અનુસાર, તારીખ 03 સપ્ટેમ્બર 2023ના રોજ 15 વર્ષીય સગીરાના પિતા અને તેમના પત્ની સગાના ઘરે ગયા હતા, ત્યારે પીડિતા ઘરે એકલી હતી. આરોપી ક્રિષ્ના પીડિતાના ઘરની છત પર ગયો અને પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને પોતાની સાથે આવવા મજબૂર કરી હતી.
મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો
સહ-આરોપી પીડિતાને મોટરસાયકલ પર લઈ ગયો હતો અને ક્રિષ્નાને સોંપી દીધી હતી. ત્યારબાદ, આરોપી ક્રિષ્ના પીડિતાને હાટકેશ્વર વિસ્તારમાં આવેલા એકતા એપાર્ટમેન્ટના ધાબા પર લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે તેને પાંજરાપોળ પાસે છોડી દેવામાં આવી હતી, ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સહ-આરોપી કયા કારણોસર નિર્દોષ છૂટયો
કોર્ટ સમક્ષ પીડિતાનું CrPC 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. તબીબી પુરાવાઓ પરથી આરોપી ક્રિષ્ના સામેનો ગુનો નિઃશંકપણે સાબિત થયો હતો. જ્યારે સહ-આરોપી માત્ર પીડિતાને બાઈક પર મૂકવા ગયો હતો; તેના વિરુદ્ધ ધમકી આપવાનો, લાલચ આપવાનો કે બળાત્કારમાં સીધી મદદ કરવાનો કે તેના ઈરાદાની જાણ હોવાનો કોઈ પુરાવો મળ્યો ન હતો, તેથી તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી ક્રિષ્નાને 20 વર્ષ કેદની સજા ફટકારી છે અને પીડિતાને 04 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને આદેશ કર્યો છે.




