Ahmedabad

અમદાવાદ: શહેર કોટડાની 9 વર્ષની બાળકી પર શારીરિક શોષણના કેસમાં પોક્સો કોર્ટનો મોટો ચૂકાદો, આરોપીને ફટકારી 20 વર્ષની સખત સજા

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેર કોટડામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર 53 વર્ષીય મુજીબ શેખને પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જજ એચ.એન. દેસાઈએ આરોપીને દોષિત ઠેરવી, ભોગ બનનાર બાળકીને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો. સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે 11 સાહેદો અને 21 પુરાવા રજૂ કરી ગુનો સાબિત કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: શહેર કોટડાની 9 વર્ષની બાળકી પર શારીરિક શોષણના કેસમાં પોક્સો કોર્ટનો મોટો ચૂકાદો, આરોપીને ફટકારી 20 વર્ષની સખત સજા

Ahmedabad POCSO Court Child Sexual Abuse Case: અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ કરનાર 53 વર્ષીય આરોપી મુજીબ શેખને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતના જજ એચ.એન. દેસાઈએ દોષિત ઠેરવી 20 વર્ષની સખત સજા ફટકારવાનો આદેશ કર્યો છે. કોર્ટે ભોગ બનનાર બાળકીને વળતર પેટે રૂ. 4 લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

11 સાહેદ અને 21 પુરાવા રજૂ કરાયા

આરોપી મુજીબ શેખ વિરુદ્ધ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે 11 સાહેદ અને 21 પુરાવા તપાસી આરોપી વિરુદ્ધનો ગુનો પુરવાર કર્યો હતો. કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.

પિતરાઈ બહેને ઘટના સાંભળી પરિવારને જણાવી

કેસની વિગતો જોતાં, 9 વર્ષની પીડિતાના પડોશમાં આરોપી મુજીબ શેખ રહેતો હતો. માર્ચ 2025માં તેણે પીડિતા સાથે શારીરિક દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતા જ્યારે પોતાની બહેનપણીઓ સાથે રમતી હતી, ત્યારે તેણે આ ઘટના વિશે વાત કરી હતી, જે તેની પિતરાઈ બહેને સાંભળી લીધી હતી અને પીડિતાની માતાને જાણ કરી હતી.

માતા-પિતાને કહેશે તો મારી નાખવાની ધમકી આપતો હતો

આરોપી પીડિતાને ઈશારો કરીને પોતાના ઘરે બોલાવતો, કપડાં ઉતારી અયોગ્ય સ્પર્શ કરતો અને લૈંગિક શારીરિક શોષણ કરતો હતો. આ પ્રકારનું કૃત્ય તેણે 4 થી 5 વખત કર્યું હતું. આરોપી બાળકીને કોઈને ન કહેવા માટે 20 રૂપિયા આપતો હતો અને જો તે માતા-પિતાને કહેશે તો તેને મારી નાખવાની ધમકી આપતો હતો.