Ahmedabad

VIDEO: અમદાવાદની પોળોમાં પરંપરાગત નવરાત્રિની જમાવટ! કોઈ મોટી ઝાકઝમાળ વગર ખેલૈયાઓ રમી રહ્યા છે મન મૂકીને ગરબા!

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની ઐતિહાસિક પોળોમાં નવરાત્રિનો અસલી રંગ જામ્યો છે. ઘી કાંટા અને શાહપુરમાં પરંપરાગત ગરબાની રમઝટ જોવા મળી રહી છે. ડીજે કે ઝાકઝમાળ વગર સ્થાનિક લોકો ભેગા મળીને ભક્તિ અને ઉત્સાહથી માતાજીની આરાધના કરે છે. મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી અમદાવાદનો સાચો આત્મા પ્રગટાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદની પોળોમાં પરંપરાગત નવરાત્રિની જમાવટ! કોઈ મોટી ઝાકઝમાળ વગર ખેલૈયાઓ રમી રહ્યા છે મન મૂકીને ગરબા!

Ahmedabad Pol Navratri: નવરાત્રિના પાવન પર્વમાં એક તરફ જ્યાં શહેરમાં મોટા મોટા પાર્ટી પ્લોટો અને ક્લબોની ઝાકઝમાળ જોવા મળી રહી છે, તો બીજી તરફ અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તાર અને પ્રાચીન પોળોમાં ગરબાનો અસલી રંગ જામ્યો છે. કોમર્શિયલ ગરબાના યુગમાં પણ અમદાવાદી પોળોની પરંપરાગત નવરાત્રિની ભવ્યતા અને ક્રેઝ આજે પણ અકબંધ છે.

ઘી કાંટા અને શાહપુરમાં ખેલૈયાઓની ભારે રમઝટ

કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટા તેમજ શાહપુર જેવા વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ દરબાર અને ગરબાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. અહીં રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માઈભક્તો અને ખેલૈયાઓની લાંબી લાઈનો જોવા મળે છે. આસપાસની વિવિધ પોળોના સ્થાનિક લોકો એકઠા થઈને સંયુક્ત રીતે નવરાત્રિનું આયોજન કરે છે, જેના કારણે આખા વિસ્તારમાં ભક્તિ અને આનંદ જોવા મળે છે.

સાદગીસભર આ નવરાત્રિમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળે છે. માતાજીનો ગરબો માથે મૂકી ચાચર ચોકની ફરતે ગરબે ઘૂમવાનું પણ કોઈ ચૂકતુ નથી.

ડીજે કે ઝાકઝમાળ વગર ભક્તિમય માહોલ

આજના આધુનિક સમયમાં ભારે અવાજ વાળા ડીજે કે મોંઘીદાટ લાઈટિંગ વગર પણ અહીં લોકો મન મૂકીને ગરબે ઘૂમે છે. પરંપરાગત ગરબાના તાલે ખેલૈયાઓ મોડી રાત સુધી રમઝટ બોલાવે છે. કોઈપણ જાતના ભપકા વગર માત્ર ભક્તિ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાતી આ નવરાત્રિ એ સાબિત કરે છે કે અમદાવાદનો સાચો આત્મા આજે પણ એ જ પોળોમાં વસે છે.