Ahmedabad

અમદાવાદ: AMCના સ્કૂલબોર્ડમાં નવા હોદ્દેદારોની વરણી, 1200 કરોડના બજેટનો વહીવટ સંભાળશે

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડની વરણી થઈ છે. બુધવારે મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નવી ટીમ હવે ચાલુ નાણાકીય વર્ષના 1200 કરોડ રૂપિયાના બજેટનો વહીવટ કરશે, અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: AMCના સ્કૂલબોર્ડમાં નવા હોદ્દેદારોની વરણી, 1200 કરોડના બજેટનો વહીવટ સંભાળશે

AMC School Board New Chairman: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે અંકિત રાઠોડની વરણી કરવામાં આવી છે. બુધવારે(21 ઓક્ટોબર) મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બંને હોદ્દેદારોના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. નવી ટીમ હવે ચાલુ નાણાકીય વર્ષના 1200 કરોડ રૂપિયાના બજેટના વહીવટ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ અને શાળાઓના સંચાલન સંબંધિત કામગીરી સંભાળશે.

AMCના સ્કૂલબોર્ડમાં નવા હોદ્દેદારોની વરણી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા સભ્યોના નામ અગાઉ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, અગાઉના ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બુધવારે મળેલી બેઠકમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી પર મહોર મારવામાં આવી હતી. આ સાથે સમિતિના વહીવટની જવાબદારી હવે નવી ટીમને સોંપાઈ છે. બેઠકમાં મેયર ઉપરાંત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

1200 કરોડના બજેટના અસરકારક ઉપયોગનો પડકાર

ચાલુ નાણાકીય વર્ષના 1200 કરોડ રૂપિયાના બજેટના વહીવટની સાથે નવી ટીમ સામે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રહેશે. બજેટની જોગવાઈઓનો યોગ્ય ઉપયોગ થાય, શાળાઓમાં જરૂરી સુવિધાઓ વિકસે અને વધુ બાળકોને કોર્પોરેશનની શાળાઓમાં અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે મહત્ત્વનું રહેશે.

ચેરમેન પદ સંભાળ્યા બાદ નવા ચેરમેને અગાઉના ચેરમેન દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને આગળ વધારવાની ખાતરી આપી હતી. કોર્પોરેશનની શાળાઓને વધુ સારી બનાવીને વધુમાં વધુ બાળકો અહીં અભ્યાસ માટે આવે તેવો પ્રયાસ કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.