Ahmedabad

અમદાવાદ: બાવળા-નાનોદરામાં રેતી માફિયાઓ પર ખાણ ખનિજ વિભાગ દરોડા, 4.65 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લા ખાણ ખનિજ વિભાગે બાવળા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ખનન સામે લાલઆંખ કરી. એક જ દિવસમાં 4.65 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો. હાઈવે અને રિંગ રોડ પરથી 6 ડમ્પર રેતી-બ્લેકટ્રેપ સાથે ઝડપાયા. નાનોદરામાંથી રેતી ચાળવાના 7 પ્લાન્ટ જપ્ત કરાયા. આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ:  બાવળા-નાનોદરામાં રેતી માફિયાઓ પર ખાણ ખનિજ વિભાગ દરોડા,  4.65 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

Illegal Sand Mining In Ahmedabad: અમદાવાદ જિલ્લાના ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બાવળા અને તેની આસપાસના વિસ્તારોમાં એક જ દિવસમાં સપાટો બોલાવીને અંદાજે 4.65 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની આ પ્રચંડ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

હાઈવે અને રિંગ રોડ પરથી રેતી-બ્લેકટ્રેપના ડમ્પરો ઝડપાયા

તપાસ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વોચ ગોઠવીને ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. બાવળા-ચાંગોદર હાઈવે પર પાસ પરમિટ વગર સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા 4 ડમ્પર ઝડપી લેવાયા હતા. રેથલ ગામમાંથી બ્લેકટ્રેપ ખનીજ ભરેલું એક ઓવરલોડ ડમ્પર સીઝ કરાયું હતું. જ્યારે અમદાવાદ રિંગ રોડ પરથી સાદી રેતીનું ગેરકાયદે વહન કરતું વધુ એક ડમ્પર તંત્રની પકડમાં આવ્યું હતું. આ ઉપરાંત નાનોદરા ગામમાંથી ખનન અને રેતી ચાળવાના 7 પ્લાન્ટ જપ્ત કરયા હતા

તંત્ર દ્વારા આ તમામ વાહનો અને પ્લાન્ટ્સને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યા છે અને તમામ કસૂરવારો સામે કાયદાના કડક નિયમો હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.