Ahmedabad

અમદાવાદ: બે વર્ષની માસૂમ દીકરીને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ, પાડોશી યુવક સામે ફરિયાદ

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક પરિણીતા પર દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ નોંધાઈ છે. પિયરના પાડોશી મિસ્ટુકુમાર સિંહાએ 2 વર્ષની દીકરીને મારી નાખવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. આરોપી બ્લેકમેલ કરી હોટલમાં લઈ જઈ શોષણ કરતો હતો. કંટાળીને મહિલાએ ઇસનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બે વર્ષની માસૂમ દીકરીને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ, પાડોશી યુવક સામે ફરિયાદ

Ahmedabad Crime News: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક પરિણીતાને ડરાવી-ધમકાવીને તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીડિતાના પિયરના પાડોશમાં ભાડે રહેતા મિસ્ટુકુમાર સિંહા નામના શખસ સામે આ આરોપ લાગ્યો છે. આરોપીએ મહિલાની બે વર્ષની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સતત બ્લેકમેલિંગથી કંટાળેલી પરિણીતાએ પરિવારને આપવીતી જણાવ્યા બાદ ઇસનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશરે ત્રણ વર્ષ પહેલા પરિણીતાના સાસરીમાં રિનોવેશન ચાલતું હોવાથી તે પિયરમાં રહેવા આવી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા મિસ્ટુકુમાર સાથે તેનો પરિચય થયો હતો. એક દિવસ મિસ્ટુકુમાર બાળકીને રમાડવા લઈ ગયો હતો અને પરત ન આવતા મહિલા તેને લેવા ગઈ હતી. ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી મિસ્ટુકુમારે બાળકીને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મિસ્ટુકુમારે મહિલાની અંગત તસવીરો પણ મોબાઇલમાં લઈ લીધી હતી. ત્યારબાદ આ તસવીરો પતિ તથા સાસરિયાઓને મોકલી આપવાની ધમકી આપી તે મહિલાને અવારનવાર હોટેલમાં લઈ જઈ શોષણ કરતો હતો.

આખરે કંટાળીને મહિલાએ આરોપી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા. જેનાથી ઉશ્કેરાયેલા આરોપીએ મહિલાનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ગત પાંચમી મેના રોજ પરિણીતા મંગલેશ્વર મહાદેવ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આરોપીએ તેને રસ્તામાં આંતરીને માર માર્યો હતો. ઉપરાંત, 30મી ઓગસ્ટે મહિલાના સગાની ઓફિસે પહોંચીને પણ તેણે સંબંધ ચાલુ રાખવા દબાણ કરી ગાળાગાળી કરી હતી. આ મામલે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.