Ahmedabad

અમદાવાદ: ફતેવાડીમાં ગટર-પાણીના પ્રશ્ને AMC ઓફિસમાં હોબાળો, ત્રણ કોર્પોરેટરો સાથે ઝપાઝપી બાદ નોંધાઈ ફરિયાદ

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના જુહાપુરા-ફતેવાડીમાં ગટરના પાણીના પ્રશ્ને 2 સ્થાનિકો, મુનાફ શેખ અને મોહમંદ સિદ્દીકે, કાઉન્સિલર હાજી મિરઝા સહિત 3 કોર્પોરેટરો સાથે ઝપાઝપી કરી ધમકી આપી હતી. આ ઘટના એપીએમસી પાસેની એએમસી ઓફિસમાં બની હતી. વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ફતેવાડીમાં ગટર-પાણીના પ્રશ્ને AMC ઓફિસમાં હોબાળો, ત્રણ કોર્પોરેટરો સાથે ઝપાઝપી બાદ નોંધાઈ ફરિયાદ

Ahmedabad News: અમદાવાદ શહેરના જુહાપુરા-ફતેવાડી વિસ્તારમાં ગટર અને પાણીના પ્રશ્નના નિરાકરણ મુદ્દે બે સ્થાનિકોએ હાજી મિરઝા તથા અન્ય બે કોર્પોરેટર સાથે તકરાર કરી, મારામારી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

જુહાપુરામાં આવેલી અલકમર સોસાયટીમાં રહેતા હાજી મિરઝા મ્યુનિસિપલ કાઉન્સિલર છે. શુક્રવારે સવારે હાજી મિરઝા, તેમના વોર્ડના કાઉન્સિલર નૂરજહાં દીવાન અને હિતેન્દ્ર પીઠડિયા APMC પાસે આવેલી મક્તમપુરા વોર્ડની AMC કાર્યાલયમાં હાજર હતા. તે દરમિયાન ફતેવાડીના કેટલાક સ્થાનિકો તેમના વિસ્તારમાં પીવાના પાણી અને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા આવ્યા હતા. વાતચીત દરમિયાન મુનાફ શેખ અને મોહમ્મદ સિદ્દીક નામના બે શખ્સોએ ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. કાઉન્સિલરોએ તેમને શાંત રહેવા સમજાવ્યા હતા, પરંતુ બંને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.