Ahmedabad

અમદાવાદ: ગોમતીપુરમાં ટ્રાફિક પોલીસે રસ્તા વચ્ચે રિક્ષાને ચાદરથી કવર કરી મહિલાની ડિલિવરી કરાવી, માતા અને શિશુ સુરક્ષિત

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ગોમતીપુર સુખરામનગર ચાર રસ્તા પાસે 22 સપ્ટેમ્બરે એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડી. ટ્રાફિક પોલીસે સમયસૂચકતા વાપરી 108ની મદદ લીધી. 108 ટીમે રસ્તામાં જ ડિલિવરી કરાવવાનું સૂચવતા, પોલીસે રિક્ષાને ચાદરથી કવર કરી સુરક્ષિત પ્રસૂતિ કરાવી. માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવી, તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગોમતીપુરમાં ટ્રાફિક પોલીસે રસ્તા વચ્ચે રિક્ષાને ચાદરથી કવર કરી મહિલાની ડિલિવરી કરાવી, માતા અને શિશુ સુરક્ષિત

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર સુખરામનગર ચાર રસ્તા નજીક 22મી સપ્ટેમ્બરના રોજ ટ્રાફિક પોલીસની સંવેદનશીલતા અને સમયસૂચકતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા સાથે રિક્ષામાં મુસાફરી કરી રહેલી ગર્ભવતી મહિલાને અચાનક અસહ્ય પ્રસૂતિ પીડા ઊપડતાં ટ્રાફિક પોલીસે સ્થળ પર જ રિક્ષામાં ચાદરનો પડદો બાંધી 108ની મદદથી સુરક્ષિત પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.

108ની ટીમે હોસ્પિટલ પહોંચવું જોખમી ગણાવ્યું

સુખરામનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરી રહેલા એચ ડિવિઝન ટ્રાફિક પોલીસના સ્ટાફનું ધ્યાન અચાનક એક રિક્ષા તરફ ગયું હતું, જેમાં સવાર મહિલા પ્રસૂતિ પીડાથી પીડાઈ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ કોન્સ્ટેબલે વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને કોલ કર્યો હતો. 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતાં જણાવ્યું હતું કે હોસ્પિટલ પહોંચવા જેટલો સમય નથી અને રસ્તામાં જ તાત્કાલિક ડિલિવરી કરાવવી જરૂરી છે.

રિક્ષામાં ચાદર કવર કરી કરાવાઈ ડિલિવરી

તબીબી સ્ટાફના નિર્ણય બાદ ટ્રાફિક કર્મચારીઓએ માનવતાભર્યું વલણ દાખવી જાહેર માર્ગ પર જ રિક્ષાની આસપાસ ચાદર લગાવીને સુરક્ષિત કવચ ઊભું કર્યું હતું. તબીબી સ્ટાફની તજજ્ઞતા અને મહિલા પોલીસની મદદથી રિક્ષામાં જ મહિલાની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. બાળકના જન્મ બાદ પ્રાથમિક સારવાર આપી માતા અને નવજાત શિશુને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.