અમદાવાદ: પત્નીના લાખો રૂપિયાના દાગીના ચોરી પતિ પ્રેમિકા સાથે ફરાર, લોનનું બહાનું કાઢીને ઘરેથી નીકળ્યો પતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સરદારનગરમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા 34 વર્ષીય યુવક પત્નીના 3.71 લાખની કિંમતના અલગ અલગ 12 તોલા સોનાના દાગીના ચોરીને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. લોનના કામનું બહાનું કાઢીને ઘરેથી નીકળેલો પતિ પરત ના ફરતાં પત્નીએ તપાસ કરી હતી. પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો હોવાનું અને ઘરમાંથી દાગીના પણ ગાયબ હોવાનું જાણવા મળતાં પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાંથી પતિ પોતાની જ પત્નીના દાગીના ચોરીને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા 34 વર્ષીય મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા પતિ 34 વર્ષીય 24મી સપ્ટેમ્બરે સવારે લોનના કામનું બહાનું કાઢીને ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત્રે ફોન પર વાત થયા બાદ તેનો ફોન બંધ આવતા પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
જોકે, ત્યારબાદ સગાસંબંધીઓ મારફતે જાણવા મળ્યું હતું કે પતિ અન્ય કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતા હતો અને તેની સાથે ભાગી ગયો છે. પીડિત પત્નીએ ઘરમાં તપાસ કરતા ઘરની તિજોરીમાંથી પિયર અને સાસરી પક્ષ તરફથી મળેલા અંદાજિત 12 તોલા સોનાના દાગીના જેમાં ચેઈન, મંગળસૂત્ર, બુટ્ટી, વીંટી વગેરે સહિત આશરે 3,71,000 થાય છે, તે ગાયબ હોવાનું સામે આવ્યું હતું. પતિ જ ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી પ્રેમિકા સાથે ભાગી જતા આખરે પત્નીએ પોતાના પતિ વિશાલભાઈ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.




