Ahmedabad

અમદાવાદ: BRTS બસમાં મુસાફરી કરતાં CISFના મહિલા હેડ કોન્સ્ટેબલના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયું

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં BRTS બસમાં મુસાફરી કરતી CISFના હેડ કોન્સ્ટેબલ ભાવનાબહેન શિંદેના ગળામાંથી 1 લાખ રૂપિયાનું મંગળસૂત્ર ચોરાઈ ગયું. શિવરંજનીથી રામોલ એક્સપ્રેસ હાઈવે રૂટ પર બસમાં ભીડનો લાભ ઉઠાવી તસ્કરે આ ચોરી કરી. રામોલ બસ સ્ટોપ પર ઉતર્યા બાદ તેમને મંગળસૂત્ર ગાયબ હોવાનું જાણવા મળ્યું. રામોલ પોલીસે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: BRTS બસમાં મુસાફરી કરતાં CISFના મહિલા હેડ કોન્સ્ટેબલના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયું

Ahmedabad Theft Case: અમદાવાદમાં BRTS બસમાં મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન ચોરીની એક ઘટના સામે આવી છે. જેમાં શિવરંજનીથી રામોલ એક્સપ્રેસ હાઈવે રૂટ પર બસમાં ભીડનો લાભ ઉઠાવીને ચોરે ઈસરો ખાતે CISFમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાકર્મીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર કાઢી લીધું હતું. આ મામલે મહિલા પોલીસકર્મીએ ચોરી થવા અંગે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બસમાંથી ઉતરીને જોયું તો મંગળસૂત્ર ગાયબ હતું

મળતી માહિતી અનુસાર, રામદેવનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ભાવનાબહેન શિંદે ઈસરો ખાતે CISFમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. છઠ્ઠી જુલાઈના રોજ બપોરે તે શિવરંજની BRTS બસ સ્ટોપથી બસમાં બેસીને સીટીએમ એક્સપ્રેસ હાઈવે તરફ જવા નીકળ્યા હતા. બપોરે પોણા ત્રણેક વાગ્યે તેઓ રામોલ એક્સપ્રેસ હાઈવે BRTS બસ સ્ટોપ પર ઉતર્યા હતા.

બસમાંથી ઉતરીને તેઓ બરોડા જવા માટે એક્સપ્રેસ હાઈવેના નાકે પહોંચ્યા, ત્યારે તેમના ગળામાં પહેરેલું અંદાજે એક તોલાનું (1 લાખ રૂપિયાની કિંમતનું) સોનાનું મંગળસૂત્ર ગાયબ હોવાનું જણાયું હતું. બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કી હોવાનો લાભ ઉઠાવી કોઈ ગઠિયાએ નજર ચૂકવીને મંગળસૂત્ર કાઢી લીધું હતું.

સામાજિક કામ અને બિલ ન હોવાથી ફરિયાદમાં વિલંબ થયો

ચોરીની ઘટના સમયે સામાજિક કામે બરોડા જવાનું હોવાથી અને મંગળસૂત્રનું પાકું બિલ સાથે ન હોવાથી તેમણે તાત્કાલિક ફરિયાદ નોંધાવી નહોતી. ત્યારબાદ તેઓએ રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પણ શહેર કોટડા વિસ્તારમાં એક મહિલા પોલીસકર્મીના બંધ મકાનમાંથી 8 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.