Ahmedabad

અમદાવાદ: વરસાદ બંધ થયા બાદ પણ ભુવા પડવાનું યથાવત્, માણેકબાગ રોડ પર ફરી ભુવો પડતાં 2 કાર ફસાઈ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં વરસાદ બાદ પણ રોડની હાલત કફોડી બની છે. માણેકબાગ રોડ પર ફરી ભુવો પડતાં 2 કાર ખાબકી હતી. સ્થાનિકો અને વાહનચાલકોએ જાતે જ કાર બહાર કાઢી. કોર્પોરેશન દ્વારા બેરીકેડિંગ ન થતાં, સ્થાનિકોએ જ કામચલાઉ બેરીકેડિંગ કરી વાહનચાલકોને સાવચેત કર્યા. એક જ રોડ પર વારંવાર ભુવા પડવાથી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વરસાદ બંધ થયા બાદ પણ ભુવા પડવાનું યથાવત્, માણેકબાગ રોડ પર ફરી ભુવો પડતાં 2 કાર ફસાઈ

Ahmedabad Road Sinkhole: અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ રસ્તા પર ભુવા પડવાની ઘટનાઓ અટકી રહી નથી. માણેકબાગ રોડ પર ફરી ભુવો પડતાં બે કાર ખાબકી હતી. સ્થાનિકો અને અન્ય વાહનચાલકોએ મહેનત કરીને બંને કારને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે શરૂઆતમાં કોર્પોરેશન દ્વારા કોઈ બેરીકેડિંગ કરવામાં આવ્યું ન હોવાથી સ્થાનિકોએ પોતાની રીતે ટેમ્પરરી બેરીકેડિંગ કરીને વાહનચાલકોને ચેતવ્યા હતા.

તંત્રની ગેરહાજરીમાં સ્થાનિકોએ કર્યું ટેમ્પરરી બેરીકેડિંગ

મળતી માહિતી અનુસાર, માણેકબાગ રોડ પર પડેલા ભુવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હતું. સવારે બે કાર ભુવામાં ફસાઈ હતી. આસપાસના સ્થાનિકો તેમજ અન્ય વાહનચાલકોએ ઘટનાસ્થળે પહોંચીને વાહનોને ભુવામાંથી બહાર કાઢ્યા હતા. ભુવો પડ્યા બાદ પણ શરૂઆતમાં કોર્પોરેશન તરફથી તેની આસપાસ સુરક્ષાત્મક બેરીકેડિંગ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. અકસ્માતની શક્યતા ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ જ ત્યાં ટેમ્પરરી બેરીકેડિંગ કર્યું હતું.

અગાઉ પણ આ જ રોડ પર પડ્યો હતો ભુવો, કામગીરી સામે સવાલો

ઉલ્લેખનીય છે કે, માણેકબાગ રોડ પર ભુવો પડવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ માણેકબાગ ચાર રસ્તા પાસે રોડ પર ભુવો પડ્યો હતો. ત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા સ્થળ પર તાત્કાલિક બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું. જો કે, અગાઉની ઘટનામાં પણ આ જ રોડ પર ભુવાથી આશરે 10 ફૂટના અંતરે ગટરનું ઢાંકણું બેસી ગયેલું જોવા મળ્યું હતું. એક જ વિસ્તારમાં રોડ બેસી જવાની અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવતાં રોડની સ્થિતિ તેમજ ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.