Ahmedabad

અમદાવાદ: 36 હજાર રૂપિયાના લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ACBએ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેને 36 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. મેમનગરના વિજય ચાર રસ્તા પાસેથી વચેટિયા ભાવસિંહ ઝાલા સાથે લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયા બાદ મ્યુનિસિપલ કમિશનરે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહીથી ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 36 હજાર રૂપિયાના લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ

Ahmedabad Bribery Case: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 36 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિક પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી, જે અંગે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે અમદાવાદના મેમનગર સ્થિત વિજય ચાર રસ્તા પાસે સફળ ટ્રેપ ગોઠવી હતી. આ છટકામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેનો વચેટિયો ભાવસિંહ ઝાલા 36 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ACBની ટીમ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી સામેની આ સખત કાર્યવાહીથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોના ભ્રષ્ટ કર્મચારીઓ તથા અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.