Ahmedabad

અમદાવાદ: અસારવા સ્ટેશન પર કામગીરીને પગલે અસારવા-ખેડબ્રહ્મા મેમૂ અને કાનપુર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે અસારવા સ્ટેશન પર વિકાસકાર્યોને કારણે ટ્રેન સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી અસારવા-ખેડબ્રહ્મા મેમૂ (69251) હવે 19:05 કલાકે ઉપડશે. જ્યારે 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 6 ઓક્ટોબરથી 8:45 કલાકે અસારવાથી ઉપડશે. આ ફેરફાર મુસાફરોની સુવિધા માટે કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: અસારવા સ્ટેશન પર કામગીરીને પગલે અસારવા-ખેડબ્રહ્મા મેમૂ અને કાનપુર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર

Ahmedabad Train Timings: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા અસારવા સ્ટેશન પર પેસેન્જર સુવિધાઓ સંબંધિત વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સુવિધાજનક કામગીરીને કારણે અસારવા-ખેડબ્રહ્મા મેમૂ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

અસારવાથી 19:05 કલાકે ઉપડશે

•સુધારેલા સમયપત્રક મુજબ 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ અસારવા સ્ટેશનથી 19:05 કલાકે ઉપડશે. ત્યારબાદ પ્રાંતિજ 20:07 કલાકે પહોંચી 20:08 કલાકે ઉપડશે.
•આ ટ્રેન હિંમતનગર ખાતે 20:50 કલાકે પહોંચીને 20:52 કલાકે ઉપડશે, જ્યારે ઇડર ખાતે 21:21–21:22 કલાકે રહેશે. ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે 22:00 કલાકે પહોંચશે.

અસારવા–કાનપુર સ્પેશિયલનો સમય પણ બદલાયો

•આ ઉપરાંત ટ્રેન નંબર 01906 અસારવા–કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર છઠ્ઠી ઓક્ટોબર 2026થી ટ્રેન નંબર 26903/26904નું સંચાલન શરૂ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
•સુધારેલા સમય મુજબ ટ્રેન નંબર 01906 અસારવા સ્ટેશનથી સવારે 8:45 કલાકે ઉપડશે અને સરદારગ્રામ સ્ટેશન પર 10:25 કલાકે પહોંચશે. અહીંથી ટ્રેન 10:27 કલાકે ઉપડશે.