Ahmedabad

અમદાવાદ: ચાંદખેડા પોલીસ હપ્તારાજમાં ડૂબી? PCBએ ઘરમાં ચાલતા મોટા જુગારધામ પર રેડ કરી 7 જુગારીઓ પકડ્યા

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ચાંદખેડામાં PCBએ મોટા જુગારધામ પર દરોડો પાડી 7 આરોપીઓને ઝડપ્યા છે. ખોડિયાર નગર હાઉસિંગ બોર્ડના મકાન નં. 882/133માં વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલા ચલાવતા આ અડ્ડામાંથી રૂ. 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. સ્થાનિક પોલીસની રહેમનજર અને હપ્તાની ચર્ચાથી ચાંદખેડા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ચાંદખેડા પોલીસ હપ્તારાજમાં ડૂબી? PCBએ ઘરમાં ચાલતા મોટા જુગારધામ પર રેડ કરી 7 જુગારીઓ પકડ્યા

Ahmedabad Chandkheda Gambling Raid: અમદાવાદના ચાંદખેડામાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ધમધમતા એક મોટા જુગારધામ પર PCBએ રેડ પાડી છે. રહેણાંક વિસ્તારમાં સ્થાનિક પોલીસકર્મીઓના કથિત પ્રોટેક્શનથી ચાલતા આ જુગારના અડ્ડાનો પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન 7 આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા છે અને રૂપિયા 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેના પગલે ચાંદખેડા પોલીસની કામગીરી અને મિલીભગત સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

કુલ 5,64,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ચાંદખેડાના ખોડિયાર નગર હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા મકાન નંબર 882/133ના પહેલા માળે વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલા દ્વારા આ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. સ્થાનિક ચર્ચા મુજબ, જુગારના દાવમાંથી એકત્ર થતી રકમમાંથી અલગ-અલગ પોલીસકર્મીઓને હપ્તા/ભરણ પહોંચાડવામાં આવતું હતું. 8 ઓગસ્ટના રોજ પીસીબીએ અચાનક પાડેલા દરોડામાં દાવ પરથી રોકડા 2,67,300, 8 મોબાઈલ ફોન, 3 ટુ-વ્હીલર તેમજ ગંજીપાના, લાઈટબિલ અને ગોદડી સહિત કુલ 5,64,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

WhatsApp Image 2026-08-09 at 2.51.12 PM (1).jpeg

સાત આરોપીઓની ધરપકડ

આ રેડ દરમિયાન પીસીબીએ મકાનમાલિક વિક્રમસિંહ ઉર્ફે વિપુલ ઝાલા (ઉં.વ. 43) સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા અન્ય આરોપીઓમાં ગાયત્રી નગરના મિતુલ ઉર્ફે મોન્ટુ ગોહિલ (ઉં.વ. 28), પ્રશાંત ઉર્ફે પિન્ટુ અગ્રવાલ (ઉં.વ. 30) અને મયુર ઉર્ફે ચકો ગોહિલ (ઉં.વ. 21), શુભ લક્ષ્મીનગરના મનીષકુમાર દલવાડી (ઉં.વ. 29), કળશ સ્ક્વેર માનસરોવર રોડના ધીરજ રોય (ઉં.વ. 45) અને વિવેકાનંદ નગરના હિતેશ ત્રિવેદી (ઉં.વ. 38)નો સમાવેશ થાય છે. આ તમામ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો!

રહેણાંક વિસ્તારના એક મકાનમાં આટલા મોટા પાયે જુગારધામ ધમધમતું હોય, તો સ્થાનિક પોલીસને કે તેના બીટ ઇન્ચાર્જને આ અંગે જાણ કેમ ન થઈ? જુગારના દાવની રકમમાંથી અલગ-અલગ પોલીસકર્મીઓને નિયમિત હપ્તા/ભરણ પહોંચાડવાની ચર્ચાઓ જો સાચી હોય, તો ખાખી વર્દીની છબી ખરડાવા બદલ જવાબદારો સામે શું પગલાં લેવાશે? બીજી તરફ મહત્વનો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે સ્થાનિક પોલીસ જે અડ્ડાઓ નથી જોઈ શકતી, ત્યાં PCB કે અન્ય ઉચ્ચ એજન્સીઓએ અચાનક દરોડો પાડી પર્દાફાશ કરવો પડે છે. આ સ્થાનિક પોલીસની ચોખ્ખી નિષ્ફળતા અને જુગારધામને કથિત રીતે છાવરવાની નીતિ સ્પષ્ટ કરે છે તેમ છતાં કાર્યવાહીનો દાયરો દર વખતની જેમ સીમિત રાખવામાં કેમ આવે છે?

ખાતાકીય તપાસ અને કડક કાર્યવાહી ક્યારે?

રેડ બાદ માત્ર આરોપીઓ પર કાર્યવાહી થાય છે, પરંતુ જેમના વિસ્તારમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ફાલી-ફૂલી, તેવા જવાબદાર સ્થાનિક અધિકારીઓ કે કર્મચારીઓ સામે આંતરિક તપાસ કરીને કડક સજા કરવામાં આવશે કે કેમ તે પણ મોટો સવાલ છે?