અમદાવાદ: વેજલપુરની 'બાબુ કાલિયા ગેંગ' સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, મુખ્ય સૂત્રધારના રિમાન્ડ મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Vejalpur Babukalia Gang Booked Under GUJCTOC: અમદાવાદના વેજલપુર સ્થિત ફતેવાડી વિસ્તારમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત બાબુ કાલિયા ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે અને તેની સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ્સ એક્ટ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કર્યો છે. નોંધનીય છે કે, બાબુ કાલિયા ગેંગના કેસમાં બે આરોપીઓને જે તે સમયે 307ના ગુના હેઠળ ધરપકડ કરી હતી. એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તે જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કેસમાં નવી કલમ ઉમેરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ માગતા કોર્ટે બાબુ કાલિયાના રિમાન્ડ આપ્યા છે, જ્યારે બીજો આરોપી વસીમ ઉર્ફે ડેમો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ત્રીજો આરોપી શહેજાન હાલ વોન્ટેડ છે.
15 જેટલા ગંભીર ગુનાઓનો ઈતિહાસ, મોકલેલું પ્રપોઝલ ગ્રાહ્ય રાખવામાં આવ્યું
ઝોન-7ના ડીસીપી શિવમ વર્માના જણાવ્યાનુસાર, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફતેવાડીમાં બાબુ કાલિયા ગેંગ સામે ગુનાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગેંગ સામે મારામારી આર્મ્સ એક્ટ અને કલમ 307 જેવા 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી હાલમાં કલમ 307ની એક એફઆઈઆરમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે આ ગેંગના ગુનાઈત ઇતિહાસનો અભ્યાસ કરીને મોકલેલું પ્રપોઝલ કોર્ટે ગ્રાહ્ય રાખ્યું છે અને તે આધારે ગુજસીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમાં મુખ્ય આરોપી મુજાહિદ અલી ઉર્ફે બાબુ કાલિયા છે. જેની સામે મર્ડર સહિત 15 જેટલા ગંભીર ગુનાઓ શામેલ છે. જ્યારે બીજા આરોપી વસીમ અબ્દુલ ગફાર શેખ અને ત્રીજા આરોપી રોઝાન ખાન વસીમ ખાન પઠાણ બંને સામે 3-3 ગુનાઓનો ઇતિહાસ છે.
આ આરોપીઓ ફતેવાડીમાં નજીક નજીક રહેતા હોવાથી ત્યાંથી જ એમની ઓળખાણ થઈ હતી. તેઓ આર્મ્સ એક્ટ, મારામારી અને કલમ 307ના ગુનાઓમાં સામેલ છે. મુખ્ય આરોપી બાબુ કાલિયાનો ગુનાહિત ઇતિહાસ વર્ષ 2017થી છે અને તે છેલ્લા 3 વર્ષથી ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં સક્રિય છે. આ રીતે અમે સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગ સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે.




