Ahmedabad

અમદાવાદના વેપારીને કસ્ટમરોને બાલી લઈ જવાનું પડ્યું ભારે: ઈન્દોરના ટ્રાવેલ એજન્ટે વારંવાર ભાવ વધારી 11 લાખે પડાવ્યા

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શાહીબાગમાં કાપડના વેપારી સાથે 11.38 લાખની છેતરપિંડી થઈ છે. નિકોલમાં રહેતા 41 વર્ષીય વેપારી પ્રિતેશ આદેશરાએ પોતાના ગ્રાહકોને ઇન્ડોનેશિયાના બાલી ખાતે ફરવા લઈ જવા માટે ઈન્દોરની 'Wander Desire ટુર એન્ડ ટ્રાવેલ્સ' કંપનીના માલિક નીતીન અગ્રવાલને એડવાન્સ પેમેન્ટ આપ્યું હતું. યુદ્ધનું બહાનું ધરી ટુરની તારીખ અને ભાવ બદલી, કોઈ બુકિંગ ન કરાવી, પૈસા પરત ન આપતા આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના વેપારીને કસ્ટમરોને બાલી લઈ જવાનું પડ્યું ભારે: ઈન્દોરના ટ્રાવેલ એજન્ટે વારંવાર ભાવ વધારી 11 લાખે પડાવ્યા

Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કાપડનો ભાગીદારીમાં વેપાર કરતા અને નિકોલ ખાતે રહેતા 41 વર્ષીય વેપારી સાથે પોતાના ગ્રાહકોને ઇન્ડોનેશિયાના બાલી ખાતે ફરવા લઈ જવાના નામે 11.38 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઈન્દોરની ટ્રેવલ કંપનીના સંચાલકે યુદ્ધનું બહાનું ધરી ટુરની તારીખ બદલવા સાથે વારંવાર નાણાંની માંગણી કરી કોઈ જ બુકિંગ ન કરાવતા આખરે વેપારીએ પોલીસ સ્ટેશને શરણ લીધું છે.

એડવાન્સ પેમેન્ટ લીધા છતાં બુકિંગના કોઈ પુરાવા ન આપ્યા

મળતી માહિતી અનુસાર, નિકોલમાં રહેતા અને શાહીબાગમાં કાપડનો વ્યવસાય કરતા પ્રિતેશ આદેશરાએ જુલાઈ 2025માં તેના 40થી 70 જેટલા વેપારી ગ્રાહકોને બાલી લઈ જવાનું આયોજન કર્યું હતું. આ માટે એક પરિચિત દ્વારા ઈન્દોરની 'Wander Desire ટુર એન્ડ ટ્રાવેલ્સ' કંપનીના માલિક નીતીન અગ્રવાલનો સંપર્ક થયો હતો.

ચર્ચાઓ બાદ 31 મેના રોજ જવા માટે પ્રતિ વ્યક્તિ ફ્લાઇટ અને 5 સ્ટાર હોટલ રોકાણ સહિતનો ખર્ચ 76000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. પ્રિતેશે 40 વ્યક્તિઓ માટે નક્કી થયેલી રકમ પેટે કુલ 11,38, 500 રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ નીતીન અગ્રવાલની કંપનીના બૅંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હતું અને ત્યારબાદ 69 લોકોનું ફાઇનલ લિસ્ટ પણ મોકલી આપ્યું હતું.

વારંવાર ભાવ વધારો ઝીંકી ટુર કેન્સલ કરાવી દીધી

આરોપી નીતીન અગ્રવાલે અમેરિકા-ઈરાન યુદ્ધનું ખોટું કારણ ધરીને ટુરની તારીખ બદલીને ૧૩ જૂન કરી હતી અને પેકેજનો ચાર્જ વધારીને 90,000 રૂપિયા કર્યો હતો. પ્રિતેશે આ વધારો સ્વીકારી લીધો હોવા છતાં એજન્ટે ફ્લાઇટ કે હોટલ બુકિંગ અંગે કોઈ જ કન્ફર્મેશન આપ્યું ન હતું.

ત્યારબાદ ફરીથી ભાવમાં વધારો ઝીંકીને 40 વ્યક્તિઓ માટે 93,000 રૂપિયા અને બાકીના 28 લોકો માટે 1,05,000 રૂપિયાની ગેરવ્યાજબી માંગણી કરવામાં આવી હતી. બુકિંગના કોઈ પુરાવા ન મળતા અને વારંવાર થતી હેરાનગતિથી કંટાળીને પ્રિતેશે ટુર રદ કરી પોતાનું એડવાન્સ પેમેન્ટ પાછું માંગ્યું હતું, પરંતુ એજન્ટે નાણાં પરત ન આપતા અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.