Ahmedabad

અમદાવાદ: પુત્રવધૂ સાથે પ્રેમ સંબંધનો આક્ષેપ મૂકી ₹20 લાખ માગતા ભુવાજીનો આપઘાત, 6 લોકો સામે ગુનો દાખલ

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડામાં રિક્ષાચાલક અને ભુવાજી દીપક પરમારે, પ્રેમસંબંધના આક્ષેપો અને ₹20 લાખની ખંડણીના ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન કરતા તેમનું મોત થયું. કુબેરનગરના વસંતીબહેન, રોમેશ અને કાજલ સહિત 6 આરોપીઓ સામે એરપોર્ટ પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ આરોપી પરિવારે ભુવાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પુત્રવધૂ સાથે પ્રેમ સંબંધનો આક્ષેપ મૂકી ₹20 લાખ માગતા ભુવાજીનો આપઘાત, 6 લોકો સામે ગુનો દાખલ

Ahmedabad News: અમદાવાદના નરોડામાં રહેતા અને રિક્ષા ચલાવવાની સાથે ભદ્રેશ્વર મેલડી માતાના મંદિરના ભુવાજી તરીકે સેવા આપતા દિપક પરમારે કુબેરનગરના એક પરિવાર દ્વારા મૂકવામાં આવેલા પ્રેમ સંબંધના આક્ષેપો અને 20 લાખ રૂપિયાની ખંડણીના ત્રાસથી કંટાળી જઈ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે મૃતકની પત્ની દક્ષાબહેન પરમારે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વસંતીબહેન, રોમેશ માછલેકર, કાજલ માછલેકર સહિત કુલ 6 આરોપીઓ સામે આપઘાતની દુષ્પ્રેરણ અંગે ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

નરોડા રામદેવપીર મંદિર પાસે રહેતા દિપક પરમાર રિક્ષા ચલાવતા હતા અને ભદ્રેશ્વર ખાતે તેમણે પોતે બનાવેલા મેલડી માતાના મંદિરના ભુવાજી હતા. ત્રીજી ઓક્ટોબરના રોજ કુબેરનગરમાં રહેતાં વસંતીબહેને તેના ઘરે દુઃખ હોવાથી માતાજી બેસાડવા દિપકનો સંપર્ક કર્યો હતો. જેથી 4 ઓક્ટોબરે દિપક તેના ઘરે ગયો હતો. બપોરે પરત ફરતી વખતે વસંતીબહેને દિપકને ફોન કરી તેના દીકરા રોમેશની પત્ની કાજલ સાથે પ્રેમ સંબંધ હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ કુણાલ માછલેકર અને હાર્દિક માછલેકરે પણ દિપકને ફોન તેમજ રૂબરૂ મળી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ચોથી ઓક્ટોબરની રાત્રે રોમેશ, કાજલ, કુણાલ અને હાર્દિકે દિપક તથા તેના કાકાના ઘરમાં તોડફોડ કરી હતી. આ ડરથી દિપક ઘરે આવતા નહોતા અને તેમની પત્ની દક્ષાબહેન પિયર જતાં રહ્યાં હતાં. ચંદન વતન બજરંગે નામના શખસની ચડામણીથી આરોપીઓ સમાધાન પેટે દિપક પાસે 20 લાખ રૂપિયાની માગણી કરી સતત ધમકીઓ આપતા હતા. આ ત્રાસ સહન ન થતાં 12મી ઓક્ટોબરની રાત્રે દિપકે ભદ્રેશ્વર મેલડી માતાના મંદિરે જઈ પત્નીને વીડિયો કોલ કરી પેટ્રોલની બોટલ બતાવી અગ્નિસ્નાન કર્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલા દિપકનું 16મી ઓક્ટોબરે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે પત્ની દક્ષાબહેને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વસંતીબહેન સહિત 6 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂકરી છે.

ઉલ્લેખનીય છેકે, અગાઉ આરોપીઓ દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં દિપક ભુવાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં દિપક ભુવાજીએ વિધિના બહાને 27 વર્ષીય પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.