Ahmedabad

અમદાવાદ: સનાથલ-શાંતિપુરા બ્રિજનો રોડ બન્યો ખખડધજ, ખાડાના કારણે અકસ્માતનો ભય, ઝડપથી સમારકામ કરાવાશેનો અધિકારીઓનો દાવો

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં એક મહિના પહેલા પડેલા વરસાદને કારણે SP રીંગ રોડ પર સનાથલથી શાંતિપુરા બ્રિજ પર મોટા ખાડા પડ્યા છે. 10-લેન રોડની કામગીરી વચ્ચે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઔડાના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું કે, વરસાદ પહેલાના પેચ વર્ક ઉખડી જવાથી ખાડા પડ્યા છે અને હવે સમારકામ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સનાથલ-શાંતિપુરા બ્રિજનો રોડ બન્યો ખખડધજ, ખાડાના કારણે અકસ્માતનો ભય, ઝડપથી સમારકામ કરાવાશેનો અધિકારીઓનો દાવો

Ahmedabad News: અમદાવાદમાં એક મહિના પહેલા પડેલા વરસાદ બાદ શહેરના રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ થઈ હતી. ઠેક ઠેકાણે રોડ રસ્તા પર અગાઉ કરાયેલું પેચ વર્ક ઉખડી ગયું હતું જેને લીધે મોટા મોટા ખાડાઓ પડ્યા હતા. જેમાં એસપી રીંગ રોડ પર સનાથલ સર્કલ થી શાંતિપુરા તરફ જતા બ્રિજના સેન્ટરમાં પણ મોટા મોટા ખાડાઓ પડેલા આજે પણ યથાવત્ છે. આ ખાડાને લીધે અકસ્માત સર્જાય એવી સ્થિતિ પણ રોડ પર અનેકવાર સર્જાતી રહે છે. આ અંગે ઔડાના ડેપ્યુટી એન્જિનિયર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, 'આ બાબતને ધ્યાને લઈને ત્યાં સમારકામ કરાવવામાં આવશે.' નોંધનીય છે કે, અહીં વારંવાર કામગીરી કરવા છતાં ખાડા પડે છે અને વાહન ચાલકો હેરાન થાય છે.

એસ.પી. રિંગ રોડ પર 10-લેનની કામગીરી વચ્ચે ચાલકો બેહાલ

મળતી માહિતી મુજબ, અમદાવાદના એસપી રીંગ રોડ પર અત્યારે 10 લેન કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રોડની બંને બાજુ ત્રણ ત્રણ એમ કુલ છ લાઈન અને બંનેની સર્વિસ રોડની બે બે લેન એમ છ લેન કરવાની કામગીરી ચાલી રહી છે. તો કેટલાક સર્કલ પર બ્રિજ બનાવવાની કામગીરી પણ અત્યારે ચાલુ છે. થોડાક સમય પહેલા અમદાવાદમાં વરસાદ વર્ષો હતો જે પછી અમદાવાદમાં ઓછો વરસાદ વરસ્યો છે. વધુ વરસાદ થયો એ પછીથી અમદાવાદમાં અનેક રોડ રસ્તાનું ધોવાણ થયેલું છે. જેમાં મોટાભાગના રોડ રસ્તા પર પેચ વર્ક ખુલી જતા મોટા મોટા ખાડાઓ યથાવત્ જોવા મળી રહ્યા છે અને જેને લીધે વાહન ચાલકોએ હેરાન થવું પડી રહ્યું છે.

સનાથલ સર્કલ થી શાંતિપુરા સર્કલ તરફ જતા બ્રિજ પર વરસાદ પહેલા પેજ વર્ક કરવામાં આવ્યું હતું જે ભારે વરસાદ બાદ ઉખડી ગયું છે. અત્યારે આ બ્રિજ પર છેલ્લા એક મહિનાથી મોટા ખાડાઓ પડેલા છે અને વાહન ચાલકોને અહીંથી પસાર થતી વખતે અચાનક તેને ધીમું કરવું પડે છે અથવા આ ખાડામાંથી પોતાનું વાહન પસાર કરવું પડે છે. આ પરિસ્થિતિને લીધે બ્રિજ પર મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

ઔડા (AUDA) ના ડેપ્યુટી એન્જિનિયરનું નિવેદન

આ અંગે ટીમે ઔડાના ડેપ્યુટી એન્જિનિયર સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે 'વરસાદ પહેલા અહીં પેચ વર્ક કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે પેચ વર્ક ઉખડી ગયું હોવાને લીધે આ ખાડા પડ્યા હોઈ શકે છે. આ બાબત ધ્યાને આવ્યા બાદ ફરીથી ડામર અથવા મજબૂત પેચ વર્ક કરવા અમે કાર્યવાહી કરવા આદેશ આપીશું.'