અમદાવાદ: અસલાલીમાં વિદેશી દારૂના કટિંગ પર પોલીસના દરોડા, ₹18 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Aslali Liquor Raid: અમદાવાદના અસલાલી વિસ્તારમાં શ્રીજી બંગ્લોઝ પાછળ આવેલા ટી.પી. રોડ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનું લાઈવ કટિંગ પકડી પાડ્યું છે. ક્રેટા ગાડીમાંથી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અસલાલી પોલીસે દરોડા પાડ્યા હતા.
અસલાલીમાં વિદેશી દારૂના કટિંગ પર પોલીસના દરોડા
પોલીસે ઘટનાસ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ કુલ 1552 બોટલો જપ્ત કરી છે. જેની કિંમત રૂ.2,60,512 થાય છે. આ ઉપરાંત 4 મોબાઈલ ફોન, ક્રેટા કાર, સ્વિફ્ટ ડિઝાયર કાર અને 4 અલગ-અલગ વાહનો સહિત કુલ 18,29,512 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
₹18 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા
દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી પોલીસે ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ત્રણ અમદાવાદના અને એક રાજસ્થાનનો રહેવાસી છે. અસલાલી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના નામ
- અશોકકુમાર બિશ્નોઇ (ઉં.વ.25, રહે.રાજસ્થાનના ઝાલોર)
- નરેન્દ્રસિંગ ઉર્ફે રાજ રાજપુત (ઉં.વ.26, રહે.રામોલ, અમદાવાદ)
- અનુજ શર્મા (ઉં.વ.20, રહે.રામોલ, અમદાવાદ)
- જીજ્ઞેશ ઉર્ફે જીગો વાઘેલા (ઉં.વ.30, રહે.ઇસનપુર અમદાવાદ)




