Ahmedabad

અમદાવાદ ઍરપૉર્ટ પર મુસાફરો રઝળ્યા, તહેવારોમાં જ સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની સાત ફ્લાઇટ કેન્સલ

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ઍરપૉર્ટ પર તહેવારોની સિઝનમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શુક્રવારે સ્પાઇસજેટની 3 અને ઇન્ડિગોની 4 મળી કુલ 7 ફ્લાઇટ રદ થતાં સેંકડો મુસાફરો રઝળી પડ્યા હતા. સતત બીજા દિવસે દુબઈની ફ્લાઇટ રદ થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો. વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મુસાફરોને લાંબી રાહ જોવી પડી અને તેમના પ્રવાસના આયોજન ખોરવાઈ ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ઍરપૉર્ટ પર મુસાફરો રઝળ્યા, તહેવારોમાં જ સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની સાત ફ્લાઇટ કેન્સલ

Festive Travel Turns Into An Airport Ordeal Because Of Flight Cancellation: તહેવારોની મોસમમાં મુસાફરોનો ધસારો વધ્યો છે, ત્યારે અમદાવાદ ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ રદ થવા અને મોડી પડવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ ઍરપૉર્ટ 13 નવેમ્બર, શુક્રવારે સ્પાઇસજેટની 3 અને ઇન્ડિગોની 4 એમ કુલ 7 ફ્લાઇટ રદ થતાં 1-2 કલાક સુધી મુસાફરોને ઍરપૉર્ટ પર બેસાડી રાખ્યા હતા અને પછી છેલ્લી ઘડીએ કહ્યું કે, 'ફ્લાઇટ કેન્સલ છે. તમે ફરિયાદ કરી શકો છો, મેઇલ કરી દો…' આમ, ફ્લાઇટ કેન્સલ થવાના કારણે ઍરપૉર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા.

સતત બીજા દિવસે દુબઈની ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા

અમદાવાદથી દુબઈ જતી (SG 5116) અને દુબઈથી અમદાવાદ આવતી (SG 5115) સ્પાઇસજેટની ફ્લાઇટ સતત બીજા દિવસે પણ રદ થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ-શ્રીનગર જતી (SG 9634) ફ્લાઇટ પણ રદ થતાં મુસાફરોનું પ્રવાસનું આયોજન ખોરવાઈ ગયું હતું. દુબઈની ફ્લાઇટ પકડવા માટે અનેક મુસાફરો મોડી રાતથી જ ઍરપૉર્ટ પર પહોંચી ગયા હતા. જો કે, ફ્લાઇટ રદ થવા અંગે પૂછપરછ કરતાં એરલાઇન્સ કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને મુસાફરોને માત્ર ઈ-મેઇલ કરવાનું કહેવામાં આવતાં મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

ઇન્ડિગોની 4 ફ્લાઇટ રદ અને 2 ફ્લાઇટ 1 કલાક મોડી

ઇન્ડિગો એરલાઇન્સની 13 નવેમ્બરે 4 ફ્લાઇટ રદ થઈ હતી. જેમાં અમદાવાદ-જોધપુર (6E 7074), જોધપુર-અમદાવાદ (6E 7075), અમદાવાદ-ભોપાલ (6E 7191) અને ભોપાલ-અમદાવાદ (6E 7192) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમદાવાદથી નવી મુંબઈ જતી (6E 7016) અને અમદાવાદથી જયપુર જતી (6E 7143) ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં આશરે 1 કલાક મોડી ઉપડવાની હોવાથી મુસાફરોએ ઍરપૉર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી હતી.

અમદાવાદ ઍરપૉર્ટ પર રદ અને મોડી પડેલી ફ્લાઇટ્સ

એરલાઇન્સ
ફ્લાઇટ
રૂટ
સ્થિતિ
સ્પાઇસજેટ
SG 5116
અમદાવાદ-દુબઈ
રદ
સ્પાઇસજેટ
SG 5115
દુબઈ-અમદાવાદ
રદ
સ્પાઇસજેટ
SG 9634
અમદાવાદ-શ્રીનગર
રદ
ઇન્ડિગો
6E 7074
અમદાવાદ-જોધપુર
રદ
ઇન્ડિગો
6E 7191
અમદાવાદ-ભોપાલ
રદ
ઇન્ડિગો
6E 7075
જોધપુર-અમદાવાદ
રદ
ઇન્ડિગો
6E 7192
ભોપાલ-અમદાવાદ
રદ
ઇન્ડિગો
6E 7016
અમદાવાદ-નવી મુંબઈ
1 કલાક મોડી
ઇન્ડિગો
6E 7143
અમદાવાદ- જયપુર
1 કલાક મોડી

વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં નારાજગી

તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરવા કે વતન જવા માટે હવાઈ મુસાફરીનો વિકલ્પ પસંદ કરતા હોય છે. આવા સમયે છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતાં મુસાફરોના સમય અને પૈસાનો વ્યય થઈ રહ્યો છે. એરલાઇન્સની આંતરિક અને સંચાલન સંબંધિત સમસ્યાઓના કારણે સામાન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. ફ્લાઇટ રદ થયા બાદ યોગ્ય માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થા સમયસર મળી રહે તેવી મુસાફરોને અપેક્ષા છે.