Ahmedabad

અમદાવાદ: ગોતામાં શોરૂમમાંથી 2 લાખની સોનાની ઘડિયાળ ચોરનાર ઉત્તર પ્રદેશનો યુવક ઝડપાયો

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોતામાં બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાંથી લાખોની સોનાની લેડિઝ ઘડિયાળ ચોરીનો ભેદ સોલા હાઇકોર્ટ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવક પ્રદિપ નાયકની ધરપકડ કરી. તેની પાસેથી ₹2,02,440ની ચોરાયેલી ટાઈટન 'નેબ્યુલા' ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. આરોપી નવરંગપુરામાં રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગોતામાં શોરૂમમાંથી 2 લાખની સોનાની ઘડિયાળ ચોરનાર ઉત્તર પ્રદેશનો યુવક ઝડપાયો

Ahmedabad News: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાંથી લાખો રૂપિયાની સોનાની લેડિઝ ઘડિયાળ ચોરી જવાનો ભેદ સોલા હાઇકોર્ટ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવકની અટકાયત કરી તેની પાસેથી ચોરી થયેલી સોનાની ઘડિયાળ રિકવર કરી છે.

CCTV ફૂટેજના આધારે આરોપીની ધડપકડ

મળતી માહિતી અનુસાર, 16મી ઓગસ્ટ 2026ના રોજ ગોતાના વંદેમાતરમ્ રોડ પર આવેલા શક્તિ ઈ.ટી.સી. કોમ્પ્લેક્ષના એ-બ્લોકમાં સ્થિત એક બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના બની હતી. સવારના 10થી રાત્રિના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન એક શખસ શોરૂમમાંથી ટાઇટન કંપનીની 'નેબ્યુલા' મોડેલની સોનાની લેડીઝ ઘડિયાળ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

ઘટના અંગે ગુનો નોંધી સોલા હાઇકોર્ટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શોરૂમ તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતા પોલીસને શંકસ્પદ શખસ ચોરી કરતો નજરે પડ્યો હતો. સીસીટીવીના આધારે મળેલી બાતમીને પગલે પોલીસે સોલા વિવાંતા હોટેલ બહાર આવેલા AMTS બસ સ્ટેન્ડ પાસેથી આરોપી પ્રદિપ કેદારસીંઘ નાયકને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાનો વતની છે અને હાલ નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે રહે છે. પોલીસે આરોપી પાસેથી 2,02,440 રૂપિયાની કિંમતની ચોરી થયેલી સોનાની લેડિઝ ઘડિયાળ જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.