અમદાવાદ: સાબરમતી રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટનું 85% કામ પૂર્ણ, આગામી માર્ચ સુધીમાં મળશે અત્યાધુનિક સુવિધાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sabarmati Railway Station Redevelopment: અમદાવાદમાં અમૃત ભારત યોજના હેઠળ સાબરમતી રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ આ પ્રોજેક્ટની 85 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, આગામી માર્ચ 2027 સુધીમાં સ્ટેશનનું સમગ્ર કામ પૂર્ણ કરી દેવાશે. નવા રૂપ-રંગ સાથે આ સ્ટેશન તૈયાર થતાં જ ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી બનશે અને મુસાફરોને ઍરપૉર્ટ જેવો આધુનિક અનુભવ મળશે.
હાલ ચાલી રહેલી કામગીરીની સ્થિતિ:
•પ્લેટફોર્મ નં. 2 અને 3: હાલમાં પ્લેટફોર્મ 2-3 પર બ્લોક લઈને મોટા પાયે કામ ચાલી રહ્યું છે.
•પ્લેટફોર્મ નં. 1: અહીં બીમ ભરવા, કોન્કોર્સ એરિયાનું મુખ્ય બિલ્ડિંગ સાથે જોડાણ સહિત અડધું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી દિવાળીના તહેવારો પૂર્ણ થયા પછી પ્લેટફોર્મ નંબર 1 પર બ્લોક લઈને બાકી રહેલું કામ પૂરું કરાશે.
•અન્ય પ્લેટફોર્મ: સ્ટેશન બિલ્ડિંગ સાથે જોડાયેલા પ્લેટફોર્મ નંબર 4-5 અને 6-7નું કામ અગાઉથી જ પૂર્ણ કરી દેવાયું છે.
સ્ટેશન પર મુસાફરોને મળનારી અત્યાધુનિક સુવિધાઓ
•વિશાળ કોન્કોર્સ એરિયા : મુસાફરોને બેસવા અને સરળ અવરજવર માટે તમામ પ્લેટફોર્મ પર વિશાળ એરિયા.
•લિફ્ટ અને એસ્કેલેટર : એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે આધુનિક લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા.
•નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) : મુસાફરોની સરળ અને ઝડપી અવરજવર માટે 12 મીટર પહોળો નવો ફૂટ ઓવરબ્રિજ.
•બુલેટ ટ્રેન સાથે જોડાણ : બુલેટ ટ્રેનના મલ્ટી મોડલ હબ સાથે સ્ટેશનનું સીધું કનેક્ટિવિટી જોડાણ.
•અલગ એન્ટ્રી-એક્ઝિટ : સ્ટેશન પર ટ્રાફિક વ્યવસ્થા સુગમ રાખવા વાહનો માટે પિક-અપ, ડ્રોપ અને પાર્કિંગના અલગ ગેટ.
•ફૂડ પ્લાઝા અને વેઇટિંગ રૂમ : ઉત્તમ ખાનપાન માટે ફૂડ પ્લાઝા તથા આરામદાયક એસી-નોનએસી વેઇટિંગ રૂમ અને રિટાયરિંગ રૂમ.
•ડિજિટલ સુવિધાઓ : હાઇ-ટેક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ અને આધુનિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ.
•સુરક્ષા અને ગ્રીન એનર્જી : સંપૂર્ણ સ્ટેશન પર CCTV સર્વેલન્સ, ફાયર સેફ્ટી સિસ્ટમ અને સોલાર પાવર પ્લાન્ટ.




