Ahmedabad

અમદાવાદ: વિરમગામ રેલવે સ્ટેશને બે ટ્રેનોમાંથી 35 કિલો ગાંજો ઝડપાયો, 17 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ રેલવે SOGએ વિરમગામ રેલવે સ્ટેશને 2 ટ્રેનમાંથી કુલ 35.862 કિલો ગાંજો ઝડપ્યો છે. શાલીમાર-ભુજ અને શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાં તપાસ કરતા રૂ. 17.93 લાખનો મુદ્દામાલ મળ્યો. રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસે અજાણ્યા શખસો સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વિરમગામ રેલવે સ્ટેશને બે ટ્રેનોમાંથી 35 કિલો ગાંજો ઝડપાયો, 17 લાખનો મુદ્દામાલ જપ્ત

Ganja Seized from Two Trains In Viramgam Railway Station: અમદાવાદ રેલવે પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા વિરમગામ રેલવે સ્ટેશન પર તપાસ દરમિયાન બે અલગ-અલગ ટ્રેનમાંથી ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. શાલીમાર-ભુજ એક્સપ્રેસ અને શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાં તપાસ દરમિયાન કુલ 35.862 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બંને કેસમાં કુલ 17.93 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

શાલીમાર-ભુજ એક્સપ્રેસમાંથી 31.970 કિલો ગાંજો

અમદાવાદ રેલવે પોલીસની SOG ટીમે ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ એક્સપ્રેસમાં તપાસ હાથ ધરી હતી. વિરમગામ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલી તપાસ દરમિયાન 31.970 કિલો ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કુલ કિંમત 15,98,500 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાંથી 3.892 કિલો ગાંજો

બીજા કેસમાં SOGની ટીમે ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસમાં તપાસ કરી હતી. વિરમગામ સ્ટેશન ખાતે તપાસ દરમિયાન 3.892 કિલો ગાંજો મળી આવ્યો હતો. તેની અંદાજિત કિંમત 1,94,600 રૂપિયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ બંને કેસમાં પોલીસે NDPS એક્ટ મુજબ અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે કેસમાં કુલ 35.862 કિલો ગાંજો જપ્ત

અમદાવાદ રેલવે પોલીસની SOG દ્વારા વિરમગામ સ્ટેશન પર કરવામાં આવેલી બંને કાર્યવાહીમાં કુલ 35.862 કિલો ગાંજો અને 17,93,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેલવે માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે SOG દ્વારા ટ્રેનો અને સ્ટેશનો પર તપાસ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. બંને કેસમાં ગાંજો કોના દ્વારા અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.