Ahmedabad

અમદાવાદ પાણી-પાણી, હવે સૌરાષ્ટ્ર-કચ્છનો વારો! વાવાઝોડા-વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
સોમવારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકાર થયા, વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વીજળી અને વાવાઝોડાની પણ શક્યતા છે, જેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. જોકે, રાજ્યમાં હજુ સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પાણી-પાણી, હવે સૌરાષ્ટ્ર-કચ્છનો વારો! વાવાઝોડા-વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
IMAGE - IANS

Gujarat rain update: સોમવારે ગુજરાતના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

પાણી ભરાવાથી વાહનચાલકો મુશ્કેલીમાં

અમદાવાદમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને લીધે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોખમ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ વાવાઝોડા અને વીજળી પડવાની પણ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને તંત્ર દ્વારા નાગરિકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ

ચાલુ ચોમાસાની ઋતુની જો વાત કરવામાં આવે તો, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં હજુ સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો છે. આ તરફ, ઉત્તરાખંડમાં આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે અને આગામી કેટલાક દિવસો સુધી ત્યાં પણ મૂશળધાર વરસાદ તથા વાવાઝોડાની સંભાવના છે. ઉત્તરાખંડમાં જે વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સુરક્ષિત રહેવા તેમજ હવામાનની સ્થિતિ જાણી લીધા પછી જ પ્રવાસ કરવાનું કહેવામાં આવ્યું છે.