Ahmedabad

અમદાવાદના ગોતામાં રોડ ઉપર 5-5 ફૂટના ગાબડાં, ગામડા કરતા પણ હાલત ખરાબ

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ગોતા વોર્ડમાં સ્મશાન નજીકનો મુખ્ય રોડ અત્યંત બિસ્માર બન્યો છે. 5-6 ફૂટના ગાબડાં અને ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. નવો રોડ મંજૂર થયો છે, પરંતુ STP લાઈન નાંખવાના કારણે કામ અધૂરું છે. ચોમાસા પહેલાં કામ પૂર્ણ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ગોતામાં રોડ ઉપર 5-5 ફૂટના ગાબડાં, ગામડા કરતા પણ હાલત ખરાબ

Ahmedabad Gota Road Conditions: અમદાવાદ શહેરના જાણીતા વિસ્તારોમાં ગોતા વોર્ડનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં એક તરફ એસજી હાઈવે અને સાયન્સ સિટી રોડ જેવી ઝાકમઝોળ છે, જ્યારે બીજી તરફ આ વોર્ડમાં જ ગામડાના ગાડા માર્ગને શરમાવે તેવો પાંચ-પાંચ ફૂટના ગાબડાંવાળો રોડ પણ છે, જેના પરથી પસાર થવામાં દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો હેરાન થઈ રહ્યા છે.

નવો રોડ મંજૂર થઈ ગયો છે, પરંતુ એસટીપીની લાઈન નાંખવામાં આવી હોવાથી કામ અધૂરું હોવાનો બચાવ

મળતી માહિતી અનુસાર, ગોતા વોર્ડમાં સ્મશાન નજીકના મુખ્ય રોડની હાલત અત્યારે મગરની પીઠ જેવી થઈ ગઈ છે. આ રસ્તા પર સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિક હોય છે. રસ્તા પર પાંચ-છ ફૂટથી વધારે પહોળા ગાબડાં પડી ગયા છે. વરસાદ વરસતા આ ખાડામાં પાણી ભરાઈ ગયા છે. પરિણામે રસ્તા પરથી પસાર થવામાં દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકોએ હાડમારીનો સામનો કરવો પડે છે. લોકોમાં ઉહાપોહ જાગે ત્યારે મ્યુનિ. દ્વારા વેટમિક્સના થીંગડા મારીને ગાડુ ગબડાવવામાં આવે છે. અતિશય બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહનોમાં નુકસાની થઈ રહી છે.

20260920-272276-1789844187 (1).jpeg

સૂત્રોના જણાવ્યાનુસાર અહીં નવો રોડ મંજૂર થઈ ગયેલો છે. જેમાં થોડા રોડમાં એક તરફ ડીબીએમ લેવલે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ નવા એસટીપી પમ્પિંગ સ્ટેશનની રાઈઝિંગ લાઈનની નાંખવામાં આવી હોવાથી રોડનું કામ બાકી છે. લાઈન નંબાઈ જતા હવે રોડનું કામ આગળ વધારવામાં આવશે. જોકે ચોમાસુ આવી રહ્યું હોય, આવી ખરાબ દશા થશે? તેવો સામાન્ય ખ્યાલ મ્યુનિ.ના ઈજનેરોને નહીં આવ્યો હોય? ચોમાસા પહેલાં જ ઝડપથી કામગીરી કેમ પૂર્ણ કરાઈ નહીં? વગેરે સવાલો લોકો પૂછી રહ્યા છે.