અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી 291 લિટર દેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર નહેરના કિનારેથી પોલીસે ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરાયેલો 291 લિટર દેશી દારૂ જપ્ત કરીને એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે જપ્ત કરાયેલા દારૂની કિંમત 58,200 રૂપિયા હોવાનું જણાવ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે શુક્રવાર (21મી ઓગસ્ટ)ની સાંજે કાર્યવાહી હાથ ધરી હતી. સરખેજ-ધોળકા રોડ પર નરીમાનપુરા નહેરથી આશરે 300 મીટર દૂર નહેરના કિનારે જાહેર સ્થળે દેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
22 વર્ષીય યુવક ઝડપાયો
આ કાર્યવાહીમાં પોલીસે અજય ચુનારા નામના 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. અજય સરખેજના ખોડિયારનગરમાં રહે છે અને દૈનિક મજૂરી કામ કરે છે. મૂળ તે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કોડરિયા ગામનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે અજય પાસેથી કુલ 291 લિટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દારૂની 180 મિલીલીટરની સેમ્પલ બોટલ પણ કબજે લેવામાં આવી છે.
પોલીસે આરોપી અજય ચુનારા વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવે પોલીસે જપ્ત કરાયેલા દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, તેની પાછળ કોણ છે અને તેના સપ્લાય તથા વિતરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.




