અમદાવાદમાં 149મી રથયાત્રા: 100 ડ્રોનથી બાજ નજર, દરેક ટ્રકમાં પોલીસ ડ્રાઈવર અને AMCની રિપેરિંગ ટીમ રહેશે સજ્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rathyatram Security: આગામી 16 જુલાઈએ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 149મી રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને દર્શન આપવા રથમાં સવાર થઈને નીકળશે. 49મી રથયાત્રામાં 18 ગજરાજ, ભજન મંડળી, શણગારેલા ટ્રક અને કરતબ કરતા અખાડાની અદભૂત પ્રતિકૃતિ જોવા મળશે. ત્યારે શણગારેલા ટ્રકને અને અખાડાનું મોનિટરિંગ કરવા પોલીસે ખાસ તૈયારી કરી છે. જેમાં આ વખતે તમામ ટ્રક સંચાલક અને ડ્રાઈવર સહિત અન્ય લોકોનું આધાર એપ દ્વારા વેરિફિકેશન કરાશે. આ ઉપરાંત, ટ્રકમાં 1 પોલીસ ડ્રાઈવર અને AMCનું સ્પેશિયલ રિપેરિંગ વ્હીકલ ટીમ સાથે 10 ટ્રકની પાછળ રહેશે. જેમાં સમગ્ર રથયાત્રા દરમિયાન 100 ડ્રોનથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.
149મી રથયાત્રામાં 100 ડ્રોનથી પોલીસની બાજ નજર
મળતી માહિતી મુજબ, આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે રથયાત્રામાં જોડાનાર તમામ આયોજકો, સંચાલકો, ટ્રક માલિકો અને ડ્રાઈવરોનું પ્રતિરક્ષા આધાર ઇનેબલ એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ જ તેઓને ઓળખપત્ર ઈશ્યૂ કરાશે. રથયાત્રામાં જોડાનાર તમામ ટ્રકો સુરક્ષિત રહે તે માટે RTO મારફતે વાહનોની યાંત્રિક ચકાસણી કરવામાં આવશે, તેમજ BDDS એટલે કે, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ ટીમો દ્વારા ટ્રકોનું એન્ટી-સબોટેજ ચેકિંગ પણ હાથ ધરાશે. ડ્રાઈવરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ ટ્રક ડ્રાઈવરોનું મેડિકલ ચેકઅપ ફરજિયાત કરવામાં આવ્યું છે.
દરેક ટ્રકમાં પોલીસ ડ્રાઈવર અને AMCની રિપેરિંગ ટીમ રહેશે સજ્જ
રથયાત્રા દરમિયાન કોઈપણ ઈમરજન્સી સંજોગો સર્જાય તો તેને પહોંચી વળવા માટે દરેક ટ્રકમાં મુખ્ય ડ્રાઈવરની સાથે 1 પોલીસ ડ્રાઈવર પણ રાખવામાં આવશે. આ ઉપરાંત, રસ્તામાં કોઈપણ વાહનમાં ખામી સર્જાય તો તુરંત ઉકેલ લાવવા માટે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પેશિયલ રિપેરિંગ વ્હિકલ અને માણસોની ટીમ દર 10-10 ટ્રકની પાછળ તહેનાત રાખવામાં આવશે.
તમામ ટ્રકો અને અખાડાઓનું GPS સિસ્ટમ દ્વારા રિયલ-ટાઇમ લોકેશન મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર રૂટ પર ટ્રકો અને અખાડાઓ પર 100 જેટલાં હાઈટેક ડ્રોન કેમેરા દ્વારા LIVE મોનિટરિંગ કરવામાં આવશે. અખાડાઓમાં ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે અખાડાઓ સાથે ખાસ પુશિંગ સ્ક્વોડ રાખવામાં આવશે. એટલું જ નહીં, અખાડાઓમાં વાગનારા DJના સંગીતની લિમિટ અને સિસ્ટમની ચકાસણી પોલીસ દ્વારા અગાઉથી જ કરી લેવામાં આવશે. આ વખતની રથયાત્રામાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરવા ગુજરાત પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લીગલ સેલના ખાસ ટેબ્લો પણ રથયાત્રામાં સામેલ કરવામાં આવશે.









