દહેગામ બેઠકમાં દહેગામ તાલુકાના તમામ ગામોનો સમાવેશ થાય છે. દહેગામ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ વર્ષ-૨૦૧૦ની પેટા ચૂંટણીમાં ભાજપે આ બેઠક કબ્જે કરી છે. આ બેઠક ઉપર કુલ ૧,૭૪,૧૧૩ મતદારો છે. આ વિસ્તારમાં ભાજપે ઘણાં સમયથી સંગઠન મજબુત કરવા માટે પ્રયાસો આદર્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ બહારના ઉમેદવારને ટિકીટ આપીને તમામ મહેનત પાણીમાં નાંખી છે.
..
|
|
દહેગામમાં ૧૭૪૧૧૩ મતદારોમાંથી ૮૪૨૨૭ મહિલા મતદારો
ગાંધીનગર, |
બેઠકમાં કોનો, કેવો રાજકીય પ્રભાવ
દહેગામ બેઠક ઉપર વર્ષોથી કોંગ્રેસનું આધિપત્ય રહ્યું છે. નગરપાલિકા કોંગ્રેસ હસ્તક જ્યારે તાલુકા પંચાયત માત્ર એક બેઠકના સામાન્ય તફાવતથી ભાજપ પાસે છે. વિધાનસભામાં છેલ્લાં દશ વર્ષમાં માત્ર પેટા ચુંટણીમાં ભાજપ જીતી શક્યું છે. આ વખતે પણ ભાજપે સ્થાનિક ઉમેદવારને બદલે અમદાવાદના રોહિત ઠાકોરને ટિકીટ આપતાં ભાજપમાં ભડકાની સ્થિતિ છે એની સામે કોંગ્રેસે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કામિનીબેનને મેદાનમાં ઉતારીને સ્થાનિકોના મત પોતાની તરફેણમાં કરવાની સ્ટ્રેટેજી ગોઠવી છે. આ ઉપરાંત જીપીપીના ઉમેદવાર વિપુલ અમીન પટેલોના મતોનું વિભાજન કરી શકે તેમ છે.
જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ |
|
પટેલ |
૧૯૭૪૧ |
ક્ષત્રિય |
૧૨૨૭૯ |
ઠાકોર |
૭૭૦૦૦ |
ચૌધરી |
૪૨૨૬ |
વણિક |
૩૬૧૨ |
બ્રાહ્મણ |
૪૭૦૨ |
પ્રજાપતિ |
૩૨૮૬ |
પંચાલ |
૧૩૩૬ |
વાળંદ |
૨૦૯૦ |
રાવળ |
૩૦૮૦ |
દેવીપૂજક |
૪૫૫૧ |
મુસ્લીમ |
૪૪૮૧ |
રબારી |
૫૧૬૪ |
અનુ.જાતિ |
૯૭૬૨ |