Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામના પતંગને પકડે જયાકુમારી એમાં જયંતે આંખ મીંચકારી

રામનો એ મનોહર પતંગ એટલે સુધી દૂર આકાશે પહોંચ્યો કે તે ઇંન્દ્રલોકમાં પહોંચી ગયો. અને ઇન્દ્રપુત્ર જયંત

પતંગની દુનિયા કેટલી જૂની હશે ? કોઈ કહે છે કે પતંગબાજી ચીનથી શરૃ થઈ, કોઈ વળી જાપાનને પતંગની જન્મભૂમિ માને છે. લખનઉના નવાબો પતંગને કનકવા કહેતા. અને મોટા મોટા પતંગો ચગાવતાં.

પણ પતંગની જન્મભૂમિ કે માતૃભૂમિ જૂના જમાનાની રામજન્મભૂમિ હતી, એમ સંત તુલસીદાસ કહે છે.

તેમના 'રામચરિત- માનસ' મૂળ ગ્રંથમાં 'બાલ-કાંડમાં આ ઉલ્લેખ છે.

સંત તુલસીદાસજી કવિત કથે છે.
રામ એક દિન ચંગ ઉડાઈ
ઇંદ્દલોક મેં પહુંચી જાઈ

તે જમાનામાં ય બાળકો જાતજાતની રમતો રમતાં હશે ! તેમાં પતંગબાજીનો ય સમાવેશ હશે.

સંત કહે છે, તેમ, રામની એ પતંગ એટલી ઊંચી ગઈ કે ઇંદ્લોકમાં પહોંચી ગઈ.

'પતંગ'ને કેટલાક નરજાતિમાં ઉલ્લેખે છે. કેટલાક નારીજાતિમાં જો મોટા પતંગ હોય તો તેને ખડબૂચો, તડબૂચો, બાજ, આંકેદાર, લાડવો જેવા પુરૃષવાચક નામે સંબોધે છે. તેમાંય લાલી, કાળી, જાંબલી પતંગોને નરવાચક સંબોધન થી નવાજે છે.

પતંગ જેમ નાના થતાં જાય કે નાની થતી જાય તેમ તેનું નારીમાં રૃપાંતર થતું ભાસે છે !

પણ રામ તો બાળપણથી જ રાજપુત્ર હતા. દશરથપુત્ર કંઈ નાની પતંગડી ચગાવે નહિ. તુલસીદાસ જે પતંગનો દુહો કે ચોપાઈ કહે છે તે ખરેખર ઘણો મોટો પતંગ જ હશે ! પણ તેનેય સંતશ્રીએ 'ચંગ ઊડાઈ, ઇંન્દ્રલોકમેં પહુંચી જાઈ, જેવું હવિત જોડે છે.

એટલે તે જમાનામાં પતંગને કન્યારાશિ જ બક્ષવામાં આવી હશે !

ફિલ્મોમાં ય પતંગને કન્યા, સ્વરૃપે જ સંબોધવામાં આવી છે. 'કટી પતંગ' નામ પરથી જ પતંગની પરીજાતિ સાબિત થાય છે.

ન કોઈ ઉમંગ હૈ
ન કોઈ તરંગ હૈ
મેરી જિંદગી હૈ ક્યા
એક કટી પતંગ હૈ

કોઈક બીજી ફિલ્મમાં પણ પતંગને પતંગી જ માનવામાં આવી છે. ' ઊડી ઊડી રે પતંગ મેરી ઊડી રે !'
પતંગને કુમાર કહો કે કુમારી, યુવક કહો કે કન્યા ! આપણે તુલસીદાસજીની વાત જ સાંભળીએ.

કહે છે કે રામનો એ મનોહર પતંગ એટલે સુધી દૂર આકાશે પહોંચ્યો કે તે ઇંન્દ્રલોકમાં પહોંચી ગયો. અને ઇન્દ્રપુત્ર જયંતની પત્ની જયાના હાથમાં આવી ગયો.

રામના એ પતંગના રૃપરંગ પર જયા મોહી પડી.

કહેવા લાગી : ' જેનો આ પતંગ આટલો ફાંકડો છે, તે ચગાવનાર કેટલોક રૃપાળો હશે .''

હવે પરણેલી જયા આવા વિચાર કરે, એ  કંઈ ઠીક કહેવાય નહિ !

બીજી બાજુ રામને તો પતંગ પાછો જોઈતો હતો. ખાલી દોરી, ખેંચાઈ આવે તે કેમ ચાલે ? તે વખતમાં પતંગમાં પેચા-પેચી ખેંચા-ખેંચી કે પકડા-પકડીનો રિવાજ ન હતો.

રામે તો હનુમાનને કહ્યું : ' જાવ બજરંગ, શોધી લાવો મારો રંગ-તરંગી પતંગ.'

હનુમાન ઉપડયા. શોધતાં શોધતાં પહોંચ્યા ઇંદ્રલોક  જયાકુમારીના હાથમાં પતંગ જોઈ હનુમાન કહે કે : ''માનુનીજી ! શું આ પતંગ તમારો છે ?'

જયાકુમારી કહે : ' ના' હનુમાન કહે : 'જ્યારે એ મસ્તરંગ જેનો છે, તેને તમે પાછો આપશો ?'

જયાકુમારી કહે : ' ના, આ તરંગરંગ મારા હાથમાં આવ્યો છે, એટલે મારો જ કહેવાય ! મને તે ગમી ગયો છે. હવે એ પવનરંગ જેનો  હશે તેને હું મળીશ ત્યારે આ પતંગ રૃબરૃ તેને જ આપીશ.''

જયાકુમારી આમ અજાણી રીતે જ શ્રીરામ પર મોહિત થઈ ગઈ. તેણે પતંગ પાછો ન આપ્યો.

હનુમાને આવીને રામને વાત કરી. રામ કહે : ''ભવિષ્યમાં જ્યારે મારે વનવાસ જવાનું થશે, ત્યારે હું તેને મળીશ.'

ત્યાં સુધી એ પતંગ, ઇંદ્રલોકમાં જ રહ્યો.

પણ રામના પતંગે ઇંદ્રલોકમાં પ્રશ્નો ચગાવ્યા.

પતિ જયંતને પત્ની જયા કુમારીનો આ રામ-મોહ ગમ્યો નહિ. મનમાં એ વાત તેણે રમતી રાખી.

જયારે રામ-લક્ષ્મણ- સીતા વનવાસ ગયા, ત્યારે જયંત કાગડો બન્યો. સીતા ઉપર પોતાનો મોહ દાખવ્યો,

સીતાએ જ્યારે જયંત- કાગડાને ઊડાડવા માંડયો ત્યારે એ કાગડાએ સીતા સુંદરીના માખણ જેવા કુમળા પગ પર ચાંચ મારી.

રામ કંઈ એ કાગડાને છોડે ? વળી તેને મોટા તીરથી કેમ મરાય. એટલે તેમણે તણખલાનું તીર કાગડા તરફ ફેંક્યું. કાગડાની એક આંખ કાણી થઈ ગઈ.

કહે છે કે, કાગડાની ત્યારથી એક જ આંખ છે. તે આમ કે તેમ, જોવા માટે આખી ગરદન, આખી ચાંચ ફેરવે છે. આંખના છિદ્ર બે પણ કીકી એક જ.

રામાયણના જમાનાની આ પતંગ-કથા છે. એ કેટલી સાચી ? કેટલી ઉપજાવી કાઢેલી ? કેટલી કાલ્પનિક એ જાણવા માટે તો આપણે આજના રામકથાકાર સંતશ્રી મોરારી બાપુને જ પૂછવું પડે ! આશા છે તેઓ ઉત્તરાયણ વખતની કોઈ રામકથામાં જરૃર તેનો ખુલાસો પ્રગટ કરશે. મકર સંક્રાતિએ વળી એ પતંગકથાની મઝા ઔર પતંગની સહેલ પૂરી પાડશે !

-હરીશ નાયક

For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments