Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશે પહોંચી જવાળા વરદાને ભર્યા ઉચાળા

હોળીકાએ તપશ્ચર્યા શરૃ કરી.
ૐ અગ્નિદેવાય નમ : ૐઅગ્નિદેવાય નમ :।
ૐ અગ્નિદેવાય નમ : । ૐ અગ્નિદેવાય નમ :।

રાક્ષસોના તપ પણ રાક્ષસી હોય છે. એવા જોશ જુસ્સા અને ઝનૂનથી તપ કરે છે કે દેવને જાગવું જ પડે. ખળભળી ઊઠયા અગ્નિદેવ પૂછયું : 'હે વનિતા । હે મહિલા ।। હે માનુની ।।। તું મારું જ તપ શા માટે કરે છે ?

હોળીકા કહે : મને બીજા કોઈ દેવમાં શ્રધ્ધા નથી, ભરોસો નથી, વિશ્વાસ નથી. મારે જે જોઈએ છે તે તમારી પાસે જ મેળવવું છે અગ્નિદેવ'''શું જોઈએ છે તારે ?''

''મને એ જ વરદાન આપો દેવ કે મને કોઈ બાળી શકે નહિ, દઝાડી શકે નહિ, ભસ્મ કરી શકે નહિ, આગ મારે મન બાગ બની જાય,  જવાળા મારે મન ઠંડક બની જાય.''

અગ્નિદેવ વિચારમાં પડયા એવું વરદાન કોઈને અપાય ? પણ તપ જોરદાર હતું. વરદાન તો આપવું જ પડે.

તેમણે યુક્તિ કરી. તેઓ કહે : ' તારૃં ઇચ્છિત વરદાન તને આપું, પણ એક શરતે.'

''શરત કહો દેવ ! '''શરત એટલી જ કે તું કદી તથ્ય, પથ્ય, સત્ય, કથ્ય અને ભથ્યને મારી શકશે નહિ.'

હોળીકા ઉતાવળમાં હતી તે કહે : ' ભલે દેવ, તમારી આજ્ઞાનું પાલન થશે.''તથાસ્તુ ' અગ્નિદેવે તો વરદાન આપી દીધું.

વરદાન મળ્યું કે પત્યું. હોળીકા તો રાક્ષસી હતી. હિરણ્યાક્ષ બંધુઓની બહેન હતી. તે તો આખી દુનિયાને બાળવા લાગી. પોતે બળે, મશાલ બને, ભડકો બને, ઝળાંઝળાં બને, જલદ બને અને જેને ને તેને બાળે.
હવે તેને બાળવો હતો પ્રહલાદ ભાઈનો આદેશ. ભાઈ કહે : ' આ નારાયણિયાને મેં હરેક અને દરેક રીતે મારવાનો પ્રયત્ન કર્યો, પણ મરતો જ નથી.

' હ- હ-હ-હ !' બહેન હોળીકા કહે : ' એમાં શી મોટી ધાડ મારવાની છે ? એ કામ મારી ઉપર છોડો. એ પ્રહલાદિયો તો શું, એનો બાપેય..?''

હિરણ્ય કહે : ' અરે અરે, એમ નહિ. માત્ર એજ..'

હોળીકાએ પ્રહલાદને પૂછયું : ' તને મરવાનો ડર નથી લાગતો ?'

પ્રહલાદ કહે :' ના'

હોળીકા કહે : ' તે કેવી રીતે ?'

પ્રહલાદ કહે : ' મારી ભક્તિના બદલામાં, મેં નારાયણદેવ પાસે અભયદાન માગી લીધું છે.'

'એટલે ?'

'એટલે કે કોઈ વાતનો ભય રાખવો નહિ. મૃત્યુનો પણ નહિ.' તો શું તું આગથી નહિ ડરે ?'''નહિ જ''

પ્રહલાદ કહે : ' આગ તો મને બહૂજ ગમે. આગ તો મારી દોસ્ત. આગ તો મારી આયુ...'''તો આવી જા',

હોળીકા કહે : ' આજે તારી મારી કસોટી. આગ કોની દોસ્ત છે તે ખબર પડી જશે ''

ભડભડતી આગની વચમાં હોળીકા બેઠી- તેને ખાત્રી હતી કે તેને કંઈજ થવાનું નથી. અગ્નિદેવનું વરદાન છે.

પ્રહલાદની સાથે તેનો 'અભય' હતો. ભય નહિ, શંકા નહિ, સંદેહ નહિ, સુસવાટ નહિ.અગ્નિ ફેલાયો જવાળાઓ આકાશ સુધી પહોંચી, વાદળ ધૂમાડિયા થઈ ગયા. ચારે બાજુ કાળાશ, ઝેરીલો વાયુ અને લપટોનો ઝંઝાવાત.

' ઓ...ઓ મા રે, ઓ ભાઈ રે, ઓ બાપા રે, ઓ... અગ્નિદેવ રે, બચાવો ! બચાવો ! બચાવો !!!' હોળીકા બળવા લાગી. બળતી ગઈ રાખ થતી ગઈ. ભસ્મમાં ફેરવાતી ગઈ. અંત પામતી ગઈ.

તેણે અગ્નિદેવને યાદ કર્યા : ' આવું વરદાન આપ્યું હતું દેવ તમે ? આવું જૂઠું ! હું બળીને ખાખ થઈ રહી છું, તે દેખાય છે ?'

અગ્નિદેવ કહે : 'વરદાન સાથે મેં શરત કહી હતી તે યાદ કર. એ શરત તેં પણ સ્વીકારી જ હતી કે તથ્ય પથ્ય સત્ય કથ્ય અને ભથ્યને તું બાળી નહિ શકે. તારા ખોળામાં જે છે તે એ પાંચેય પંચામૃતો એકસાથે છે. તથ્ય એટલે હકીકત. પથ્ય એટલે પદાર્થ. પદનો અર્થ- માર્ગ કહે. સત્ય તો કદી મરે જ નહિ, એ તું જાણે છે, ભલે ને ભડભડે કે ભથ્ય એટલે ભાયચારો ભાઈભાડું ભત્રીજા ભાણિયા, અને કથ્ય એટલે કથાનક : કહેણ વહેણ વેણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાાન, ભૂમિજ્ઞાાન, બ્રહ્મજ્ઞાાન, પ્રહલાદ સ્વરૃપે તું એ પંચાનનને બાળવા ગઈ. પરિણામે તું જ..'

બળીને ખરેખર ખાખ થતી હોળીકા હો- હો- હો-હો કરતી ભસ્તીભૂત થતી હતી.  તેને અફસોસ થયો. બળબળતી તે બોલતી હતી : 'રાક્ષસો ભણતાં નથી, અક્ષરને ઓળખતાં નથી, અર્થને તારવતાં નથી, અણઘડ અધીરિયા આડા બને છે એટલે જ તેઓ મરે છે, અને મરશે. અગ્નિ એટલે અક્ષરનો અ એટલું જ જોં અળવીતરાંઓ સમજે ! સમજે તો !! સમજતાં થશે તો !!

બાળકને જે બાળવા જાય
જા તે જ ભડભડ બળતાં થાય
ભસ્માસૂર તે ભામા થાય
ભસમમાં તે ભળતાં જાય.

- હરીશ નાયક
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments